રાજપીપલા સ્ટેટના પ્રજા વત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 132મી જન્મ જ્યંતી ઉજવાઈ. – તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

રાજવી પરિવારના મહારાજા રઘુવીરસિંહજી તથા
યુવરાજ માનવેન્દ્રસિંહ તથા મેજર રણવીરસિંહે પ્રતિમાને ફુલહાર કરી નમન કર્યું.દેશી રજવાડાઓ ના વિલીનીકરણ તથા ડરબીરેસ જીતનાર વિજયસિંહ મહારાજે રાજપીપલા સ્ટેટ ના વિકાસમાં અનેક કામો કર્યા.રાજપીપલા, તા30આજે 30મી જાન્યુઆરી ના રોજ રિયાસાતી રાજવી નગરી રાજપીપલા સ્ટેટના પ્રજા વત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજા ની 132મી જન્મ જ્યંતી ગૌરવભેર ઉજવાઈહતી. આ પ્રસંગે રાજવી પરિવારના સદસ્યોં મહારાજા રઘુવીરસિંહજીગોહિલ તથા
યુવરાજ માનવેન્દ્રસિંહ તથા મેજર રણવીરસિંહે વિજય ચોક પર પહોંચીને મહારાજા વિજયસિંહ મહારાજાની પ્રતિમાને ફુલહાર કરી નમન કર્યું હતું.આ પ્રસંગે વર્લ્ડ સેલિબ્રિટી બનેલા યુવરાજ માનવેન્દ્રસિંહે
મહારાજા વિજયસિંહ ને પ્રજા વત્સલરાજા તરીકે ગણાવી પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે મહારાજા વિજયસિંહ રાજપીપલા સ્ટેટ ના છેલ્લા રાજા હતા. રાજપીપળા સ્ટેટ ના વિકાસમાં ખૂબ મોટો ફાળો હતો.એમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ, હાઈસ્કૂલો, પાવર હાઉસ,ગાર્ડન..આ બધી વિજયજી મહારાજની દેન હતી.
જેમાં સૌથી મોટો ફાળો વિજયસિંહ મહારાજનું દેશી રજવાડાઓના વિલીનીકરણ વખતે રાજપીપલા સ્ટેટને ભારત સરકારમાં જોડવા સૌપ્રથમ વિજયસિંહજી મહારાજ હતા. તેમણે પોતાનું રાજ્ય ભારત સરકારને સુપરત કર્યું હતું.એ ઉપરાંત ઇંગ્લેન્ડમાં 1934મા વિજયસિંહજી મહારાજે ઇંગ્લેન્ડની પ્રખ્યાત ડરબી રેસ જીતી હતી. જેમાં દર્બી રેસનો ઘોડાનું નામ હતું વિન્ડ્સર લેન્ડ. જે ઘોડ઼ો વિશ્વમાંખૂબ પ્રખ્યાત બન્યો હતો.એ જીત ની ઇનામ મા મળેલી રકમમાંથી વિજય પેલેસ આજનો, વડીયા પેલેસ બનાવ્યો હતો. જે આજે પણ અદ્ભૂત કલા એણે સ્થાપત્યનો નમૂનો છે.આ પ્રસંગે મહારાજા રઘુવીર સિંહ ગોહિલે જણાવ્યું હતું કે જ્યારે રાજપીપળા સ્ટેચ્યુંનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે આ જ જગ્યાએ હું હાજર હતો. મારા પિતાજી સાથે હું મારા દાદાને મળવા આવ્યો હતો. મારા દાદાવિજયજી મહારાજને
છેલ્લે મળવાનું થયું હતું.એમને પ્રજા માટે ખૂબ લાગણી હતી. રાજપીપલા સ્ટેટ ના વિકાસ માં તેમણે ખૂબ કામ કર્યું હતું. આજે હું તેમને ભાવભીની શ્રદ્ધાંજલી પાઠવું છું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati