અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા હસ્તકના ગોડાઉનમાં શ્રમિકો માટે વેકસિનેશન કેમ્પનું કરાયું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા હસ્તકના ગોડાઉનમાં શ્રમિકો માટે વેકસિનેશન કેમ્પનું કરાયું આયોજન

અમદાવાદ ના શાહીબાગ ખાતે ના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા હસ્તક ના ગોડાઉનમાં શ્રમિકો માટે વેકસિનેશન કેમ્પ નું કરાયું આયોજન

ગોડાઉનમા કામ કરતા કમઁચારી ઓ સહિત કોન્ટાકટર ના શ્રમિકો અને અન્ય ગોડાઉન મા કામ કરતા કમઁચારી ઓ સાથે શ્રમિકો ને કોરોના વેકસિન ના ડોઝ આપવાનો કેમ્પ યોજાયો હતો.

સીટી મેનેજરની ઓફિસ ના સકુંલ મા યોજાયેલ કેમ્પ મા 200 થી વધુ શ્રમિકો ને રસી થી સુરક્ષિત કરાયા હતા તેમ મદદનીશ પુરવઠા નિયામક ડાઁ.રવિન્દ્ર સોલંકી એ જણાવ્યું હતું ત્રણેક માસના ગાળા બાદ બીજીવાર વેકસિનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોડાઉનથી અનાજના જથ્થાની હેરફેર માટે શહેર ભર ની વ્યાજબી ભાવ ની રેશનદુકાનઓ માટે શ્રમિકો કોન્ટ્રાકટ થી કામ કરતા હોય છે જેથી તેઓની પણ કોરોનાના સંક્રમણથી સાવચેત અને સજાગ રહેવું જરૂરી બને છે.

TejGujarati