Skip to content
અણધાર્યા અટવાયા આ જગમાં,
માપિયાના માપમાં જ મપાઈ ગયા.
ઠંડી બહુ છે ને તાપવુંય જરૂર છે,
પણ આ જગના તાપથી શેકાઈ ગયા.
થોર બાવળનો શુ વાંક આડા છે,
કુહાડીના ઘા રોજ એ ખાતાં ગયા,
માં બનવું મોતને મળવા જેવું છે.
ઉજાગરા રાત અને ભવ ના થૈ ગયા.
દર્દ મળે તો આહ ! સુખ મળે વાહ !
મોળા મીઠાં સ્વાદ રોજ ચખાઈ ગયા.
રાધા ગોપીને તો રોજ મળવું *જય* ,
કૃષ્ણના તાર તો મીરાંથી જોડાઈ ગયા.
કવિ- જયેશ શ્રીમાળી “શુકુન”