*વિશ્વઉમિયાધામ મંદિર ખાતે સન્માન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વ સૌથી ઉંચા 504 ફૂટ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં શરૂ થયું છે. ત્યારે વિશ્વ ઉમિયાધામ પરિષર જે જમીન પર નિર્માણ પામી રહ્યું છે તેના પૂર્વ માલિક શ્રી બાબુભાઈ પટેલનો સંસ્થા ખાતે સન્માન સમારોહ યોજાયો હતો.તા. 28 જાન્યુઆરી 2022ને શુક્રવારે સાંજે 4 કલાકે વિશ્વઉમિયાધામ સ્મૃતિમંદિર ખાતે આ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. શ્રી બાબુભાઈ પટેલ વિશ્વ ઉમિયાધામને જમીન વેચાણે આપી ખુદ જ સદભાગ્યપૂર્ણ કામ કર્યું છે. આ સમારોહમાં સંસ્થાના પ્રમુખ શ્રી આર.પી. પટેલ , સંસ્થાના માર્ગદર્શક અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહમાં વિશેષ રીતે મહેસાણાના સંસાદ શારદાબેન પટેલ, અમદાવાદ પૂર્વના સાંસદ એચ.એસ.પટેલ એવમ્ વિશ્વઉમિયાધામને જમીન વેચાણે આપનાર બાબુભાઈ પટેલના પરિવારના સભ્યો શ્રી ગોપાળકાકા,ડૉ. ચિતરંજનભાઈ તથા શ્રી દિલિપભાઈ પટેલ(રાજા ઈન્ડસ્ટ્રીઝ) ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયે સૌ મહેમાનોએ મા ઉમિયાની મહાઆરતીનો લાભ લીધો હતો અને ઉમાપ્રસાદમ લઈ સૌ છુટા પડ્યા હતા.

આપનો આભારી

ધવલ માકડિયા

+91 9428158109

TejGujarati