*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો*

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા ગળતેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત ધર્મ જાગરણ મંચના સંયોજક શ્રી ધર્મેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા. તેમણે સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન પ્રસંગો જણાવી શિક્ષકનું કર્તવ્ય અને સમાજ જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું. તેમણે શિક્ષક અને વિદ્યાર્થી વિશે મહત્વના ગુણોની વિશેષ છણાવટ કરી.કર્તવ્ય બોધ કાર્યક્રમ બાદ જિલ્લા કારોબારી બેઠક મળી.જેમાં ઠાસરા-ગળતેશ્વર તાલુકાના નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું, સાથે સાથે ઠાસરા-ગળતેશ્વર તાલુકા શિક્ષક શરાફી મંડળીમાં વિજેતા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું.કાર્યક્રમને આગળ વધારતા જિલ્લાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ ઘાંઘોરે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળામાં કરી શકાય એવા કાર્યક્રમોની જાહેરાત કરી દરેક પે સેન્ટરમાં આ કાર્યક્રમો માટે મંડળ સહ રચના કરવાની સમજ આપી. ત્યાર બાદ દરેક તાલુકા દ્વારા પોતાના તાલુકાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. આ પ્રશ્નોના જિલ્લાના મંત્રી શ્રી પ્રવિણસિંહ વાઘેલાએ જવાબો રજૂ કર્યા. કાર્યક્રમના અંત ભાગમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી અરુણકુમાર જોષીએ રાજ્ય કક્ષાએ કરવામાં આવતી કામગીરીની માહિતી આપી. તેમણે તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રશ્નો ઉકેલવા માટે જિલ્લા સંગઠન દ્વારા દરેક તાલુકાનો પ્રવાસ કરી જરૂર પડે આંદોલનત્મક કાર્યક્રમોની શરૂઆત કરવાની સૂચના આપી. આ પ્રસંગે માધ્યમિક સંવર્ગના ખેડાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ ભટ્ટે પણ કર્તવ્ય બોધ અંતર્ગત પ્રાસંગિક ઉદબોધન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના આંતરિક ઓડિટર શ્રી રાજેન્દ્રસિંહ રાવલજી, પ્રા.શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લાના અધ્યક્ષ શ્રી નિકેશભાઈ સેવક, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગના મંત્રી શ્રી નિરવભાઈ ઉપાધ્યાય સહિત જિલ્લાના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો, દરેક તાલુકાના અધ્યક્ષ,મંત્રી સહિત તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઠાસરા-ગળતેશ્વર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ખૂબ જ ઉત્તમ આયોજન કરવામાં આવ્યું.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

ખેડા જિલ્લો

TejGujarati