જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અમદાવાદ ખાતે થયું અવસાન. રાજવી પરિવારમાં શોકનો માહોલ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અમદાવાદ ખાતે થયું અવસાન. રાજવી પરિવારમાં શોકનો માહોલ.

જામનગર: અમદાવાદના એપોલો હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ જામનગર રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુવરિકાબાનું 86 વર્ષની વયે અવસાન થવા પામ્યું છે.

હર્ષદકુંવરીબાના અવસાનના સમાચાર મળતા જામનગર ખાતે રાજવી પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. આ ઉપરાંત દેશ વિદેશથી તેમજ જામનગરની જનતા દ્વારા સાંત્વના આપતા ફોન અને સંદેશ રાજવી પરિવારના જામ સાહેબને આવતા જોવા મળી રહ્યા છે. જામનગર રાજવી પરિવારના જામ સાહેબના બહેનના અવસાન નિમ્મીતે તેઓ દ્વારા ઘેરા દુઃખની લાગણી વ્યકત કરવામાં આવી હતી અને ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

TejGujarati