100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

100થી વધુ રીક્ષા ચાલકોને મફતમાં સીએનજી ગેસ પુરાવી 26મી જાન્યુઆરીના દિવસની કરાઈ અનોખી ઉજવણી

ભારતના બંધારણનો પર્વ દિવસ એવી 26 મી જાન્યુઆરી ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી ત્યારે અમદાવાદ ખાતે માનવ એકતા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ અને યુવા સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ રવિશ રામચંદાની દ્વારા 26 મી જાન્યુઆરીની ઉજવણી ધ્વજ વંદન કરીને કાંઈક અલગ પ્રકારે કરી હતી. ભારતના આ પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદ ખાતે સાઈબાબાના મંદિર ની બાજુમાં, સતાધાર, ઘાટલોડિયા ખાતે રીક્ષા ચાલકોને સીએનજી ગેસ મફતમાં પુરાવી આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમ્યાન ૧૦૦થી પણ વધારે સંખ્યામાં રીક્ષા ચાલકોને આ સેવાનો લાભ લીધો હતો. આ લોકો દ્વારા આ રીતે આવું ઉમદા કાર્ય કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

TejGujarati