અરુણાચલમાંથી લાપત્તા કિશોરને ચીની સેનાએ ભારતને સોંપ્યો

ભારત સમાચાર

સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર યુવકને એલએસી નજીક કિબૂથની પાસે વાચામાં (જ્યાં ભારત અને ચીન વચ્ચે બોર્ડર સંબંધિત મીટિંગ થાય છે)માં ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો હતો. યુવકનો કોરોના સહિત બીજા ટેસ્ટ કરાયા હતા અને તમામ પ્રક્રિયાઓના પાલન બાદ તેને ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો હતો.
મિરાજ નામનો યુવાન અરુણાચલપ્રદેશમાં લાપત્તા થયો હતો. ચીને તેનું અપહરણ કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો. ભારતીય આર્મી અને ચીનની સેના વચ્ચે આ મુદ્દે હોટલાઈન પર વાતચીત થઈ હતી અને ચીની સેનાએ યુવાનને સોંપવા અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો. હવે ચીની સેનાએ યુવકને ભારતને સોંપી દીધો છે.
મિરામ તારોન નામનો યુવાન અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાંથી 18 જાન્યુઆરીએ લાપત્તા થયો હતો. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે ચીની સેનાએ મિરામને અટકાયતમાં લીધો છે. છોકરાના ગુમ થયા બાદ ભારતીય સેનાએ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) પાસે મદદ માંગી હતી. વાસ્તવિક નિયંત્રણ રેખા પર આવેલા એક ગામનો રહેવાસી આ છોકરો કથિત રીતે ત્સાંગપો નદી પાર કરીને ચીનની બાજુમાં જતો રહ્યો હતો, ત્યારબાદ તેને ચીની સેનાએ પકડી લીધો હતો. ત્સાંગપો નદી જ્યારે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે તેને સિયાંગ કહેવામાં આવે છે અને આસામમાં પ્રવેશ કરતી વખતે બ્રહ્મપુત્રા નદીમાં પ્રવેશ થાય છે. સંરક્ષણ સૂત્રોએ બાદમાં અરુણાચલ પ્રદેશથી ગુમ થયેલા કિશોર મિરામ તરૌન વિશે ચીનના સંરક્ષણ અધિકારીઓને માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે છોકરાના ગુમ થવાની માહિતી મળતાં જ ભારતીય સેનાએ તરત જ હોટલાઇનની સ્થાપિત વ્યવસ્થા દ્વારા પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નો સંપર્ક કર્યો હતો. તેમને કહેવામાં આવ્યું કે જે છોકરો જડીબુટ્ટીઓ લેવા ગયો હતો તે રસ્તામાં ભટકી ગયો છે અને તે શોધી શકતો નથી.

TejGujarati