કુમકુમ મંદિર ખાતે પ્રજાસત્તાક દિને ભગવાનને ત્રિરંગાના શણગાર ધરાવવામાં આવ્યા હતાં.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કુમકુમ મંદિર ખાતે પ્રજાસત્તાક દિને ભગવાનને ત્રિરંગાના શણગાર ધરાવવામાં આવ્યા હતાં.
રાષ્ટ્રધ્વજના રંગો શું શીખવે છે ? કેસરીયો રંગ સાહસ, સફેદ રંગ સચ્યાઈ અને શાંતિ,લીલો રંગ ભાઈચારો શીખવે છે. – સાઘુ પ્રેમવત્સલદાસજી

તા. ર૬ જાન્યુઆરી એ ગણતંત્ર દીન હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાષ્ટ્રધ્વજના ત્રિરંગના શણગાર ધરાવવામાં આવ્યા હતાં.

સવારે ૮ – ૦૦ થી વાગ્યાથી આરતી કરવામાં આવી હતી અને તેના દર્શનનો લાભ સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલના માધ્યમથી દેશ વિદેશના ભક્તોએ પ્રાપ્ત કર્યો હતો.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા. ર૬ જાન્યુઆરી ગણતંત્ર દીન છે….જેમને દેશ માટે કુરબાની આપી છે,તેમને યાદ કરીએ અને તેમના જીવનમાં પ્રેરણા લઈને, આપણે પણ દેશની સેવા કરવા માટે, સમાજની સેવા માટે આગળ વધીએ એ જ આપ સૌ કોઈને નમ્ર અપીલ છે.

આપણા રાષ્ટ્રધ્વજને આપણે વંદન કરીએ છીએ, એ સારી બાબત છે.પરંતુ રાષ્ટ્રધ્વજ આપણને શું શીખવે છે. તે વિચારવાની જરૂર છે.રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ છે.કેસરીયો,સફેદ અને લીલોરંગ.

કેસરીયો રંગ આપણને સાહસ,બલિદાન શીખવે છે. કેસરીયો રંગ ધર્મના પ્રતિક રુપ છે.
સફેદ રંગ આપણને સચ્ચાઈ અને શાંતિ રાખવાનું શીખવે છે. સફેદ રંગ પવિત્રાનો પ્રતિક છે.
લીલો રંગ આપણને હળી મળીને રહેવાનું શીખવે છે એટલે કે,આપણને ભાઈચારો રાખવાનું શીખવે છે. લીલોરંગ સંપન્નતાનો પ્રતિક છે.

આપણામાં આવા ગુણો કેળવીએ અને પછી ધ્વજવંદન કરીશું , તો જ આપણે ખરા અર્થમાં ર૬ જાન્યઆરીના રોજ ઘ્વજવંદન કર્યું એ સાર્થક બનશે.

આજના સમાજમાં બદલાવ લાવવા માટે સાધુ – સંતો – સજ્જન પુરુષોની સાથે આજના યુવાનોની પણ ખાસ જરુર છે. યુવાનો આગળ આવશે, યુવાનો જાગશે, તો તે અનેકને જગાડી શકશે. જે બદીઓમાં ફસાયેલા હોય તેને મુક્ત કરવા માટે આપણે સહુ કોઈએ હળી મળીને અભિયાન ચલાવવાની જરૂર છે.એકબીજાને મદદ કરવાની જરૂર છે.તો આવો આપણે ખરા અર્થમાં ધ્વજવંદન કરીએ. આઝાદીને મેળવીએ. સ્વતંત્ર બનીએ.

સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોના વાયરસની સંપૂર્ણ નાબુદી થઈ નથી. ત્યાં સુધી આપણે તેનાથી આઝાદી પ્રાપ્ત થાય તે માટે નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, માસ્ક અવશ્ય પહેરવું જોઈએ,સોશિયલ ડીરન્ટન્સ પણ રાખવું જોઈએ અને વેક્સીન મૂકાવવી જોઈએ.જેથી સૌનું સ્વાસ્થ્ય નિરામયી બની રહે. આપણે સૌએ કોરોના વાયરસથી હિંમત ના હારવી જોઈએ અને આપણે હિંમત રાખીને કોરોના વાયરસની સાથે લડવું જોઈએ, તો એક દિવસ ચોક્કસ “હારશે કોરોના અને જીતશે ભારત.”

  • સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
  • મો. ૯૮૯૮૭૬૫૬૪૮
  • ૬૩૫૨૪૬૬૨૪૮
TejGujarati