જીવતાં જ કરી લીધું છે મેં જગતિયું સ્વપ્નસમાધિએ મારી નાહી રહ્યો છું.મારાંમાં થી હું જ ખોવાઈ ગયો,શોધું ક્યાં? પ્રભૂકાયા પ્રવેશ માટે તેથી જ મથી રહ્યો છું – મિત્તલ ખેતાણી. રાજકોટ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

મૌન રહીને જ હવે હું કહી રહ્યો છું

મૌન રહીને જ હવે હું કહી રહ્યો છું

મિત્રોનો મુંઢમાર સહી રહ્યો છું

નદીઓ જેને ભળવા મથતી હોય આજીવન

દરિયો છું એવો ને તોય હું વહી રહ્યો છું

જીવતાં જ કરી લીધું છે મેં જગતિયું

સ્વપ્નસમાધિએ મારી નાહી રહ્યો છું

છે જગત આ આખે આખું ધ્યાન બહેરું

ને હું સત્ય,પ્રેમ,કરુણા ભસી રહ્યો છું

આ દર્દ,આ પીડા કે આ પૂણ્ય પ્રકોપ મારો

મૂલ્ય નથી કોઈને કોડીનું તોય વેચી રહ્યો છું

મારાંમાં થી હું જ ખોવાઈ ગયો,શોધું ક્યાં?

પ્રભૂકાયા પ્રવેશ માટે તેથી જ મથી રહ્યો છું

-મિત્તલ ખેતાણી (રાજકોટ,મો 9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वांत सुखाय’ માં થી

TejGujarati