ઓહો ! “આપ” ને હવે ભાજપમાં શ્રધ્ધા. એક પછી એક “આપ”નેતા પક્ષ છોડી ભાજપ માં. ભાજપના કમલમ કાર્યાલય પર “આપ” ના પ્રદર્શન પછી વિકેટો ખડવા લાગી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 25 જાન્યુઆરી ના રોજ ડો.મિતાલી વસાવડા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.

અગાઉ આમ આદમી પાર્ટીના સભ્ય હતા અને આપ પાર્ટીમાં મહિલા અને આરોગ્યલક્ષી સેવા કાર્ય કરવાની ઇચ્છા હતી પરંતુ આમ આદમી પાર્ટીમાં કોઇ પણ તક ન મળતા, તેમજ થોડા દિવસો અગાઉ પ્રદેશ કાર્યાલય કમલમ પર આપ પાર્ટીના કાર્યકરો દ્વારા જે હીન કૃત્ય કરવામાં આવ્યુ અને બીજેપીની મહિલા કાર્યકર્તા સાથે ગેરવર્તન થતા તેઓ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેકો એનેક મહિલાલક્ષી અને ચિકીત્સાલક્ષીની કામગીરી જોઇ આજે ભાજપ ડોકડટર સેલમાં જોડાયા છે.

ડો.મિતાલી વસાવડાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, મહિલા મોરચાના ઉપપ્રમુખ ડો.શ્રદ્ધા રાજપુત, ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્ર ગજ્જર,સહ પ્રવકતા ડો. રૂત્વીજ પટેલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.

TejGujarati