અનહિલપુર પાટણ ની 1000 ની સાલ માં વિશ્વ ના ટોપ 10 શહેરો માં ગણના થતી. તે સમયે પાટણ ની વસ્તી 1,00,000 ની આસપાસ હતી. સોલંકીઓ નું રાજ્ય હતું.- સત્યેન ગઢવી.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

અનહિલપુર પાટણ ની 1000 ની સાલ માં વિશ્વ ના ટોપ 10 શહેરો માં ગણના થતી. તે સમયે પાટણ ની વસ્તી 1,00,000 ની આસપાસ હતી. સોલંકીઓ નું રાજ્ય હતું.

સોલંકી રાજા અજયપાલે ગોઆ જે તે સમયે કદંબ દેશ કહેવતો તે દેશ ની રાજકુમારી નાયિકા દેવી સાથે કરેલા. દુર્ભાગ્યે અજયપાલ નું અકાળે અવસાન થયું અને નિયમ પ્રમાણે રાજ્ય ની ગાદી તેના બાળક ને સોંપવામાં આવી જેથી તે મૂળ બાલરાજા થી ઓળખાયા.

નાયિકાદેવી કુશળ વહીવટકર્તા અને યુદ્ધકલા માં નિપુણ હતા.. અને રાજ્ય નો વહીવટ મૂળ બાલરાજા થકી તેઓ સારી રીતે ચલાવતા.. અને રાજ્ય પાસે મજબૂત સૈન્યબળ રહેતું.

તો બીજી બાજુ યુવાન મોહમ્મદ ઘોરી ને હિન્દુસ્તાન ના રાજ્યો પર સત્તા કબજો મેળવવાની તીવ્ર મહત્વકાંક્ષા હતી.. અને મુલતાન જીત્યા બાદ પાટણ પર બાલરાજા ગાદીપતિ થકી સ્ત્રી શાસન કરતી હોય, તેમના પર જીત મેળવવી આસાન લાગતા પાટણ પર ચઢાઈ માટે નીકળ્યો.

પ્રચંડ સૈન્ય નો સામનો કરવા સૈન્ય સહાય માટે નાયિકદેવીએ પૃથ્વીરાજ ચૌહાણ સહિત અનેક રાજાઓ પાસે પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા પણ પાટણ ની આસપાસ ના રજવાડાઓ ને બાદ કરતાં કોઈએ સૈન્ય સહાય મોકલી નહિ.

આવી પરિસ્થિતિમાં નાયિકા દેવીએ મહોમદ ઘોરી ના સૈન્ય નો સામનો કરવા આબુ ની તળેટી પસંદ કરી કારણ કે મહોમદ ઘોરી નું સૈન્ય મેદાનો પર લડાઈ કરવા ટેવાયેલું હતું.

નાયિકાદેવી ની આ યુદ્ધનીતિ એવી તો સફળ રહી કે મોહમ્મદ ઘોરી ના સૈન્ય ને ધોબી પછાડ હાર મળી અને મહોમદ ઘોરી ને યુદ્ધ મેદાન છોડી રીતસર નું ભાગવું પડ્યું.

ગુજરાતી ઓ ગુજરાત ની ધરતી પર ગુજરાત ના લોકો એ આપેલ બલિદાનો ની કદર કરવામાં હંમેશા નબળા રહ્યા છે.. આપણે ઝાંસી ની રાણી અને જલિયાંવાલા બાગ ને તો યાદ કરીએ તેમાં ખોટું જરા પણ નથી.. પણ

વિજયનગર ના દાવ દવઢવ ગામે અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતા ચાર ગણા લોકો ની હત્યા કરી હતી.. તે શહીદી અને નાયિકાદેવી ની બહાદુરી ને ગૌરવ ના તરાજુ પર ન્યાય ન આપીએ, તો ચોક્કસ દુઃખ થાય.

નાયિકા દેવી ની વીરતા અને દાવ દવઢવ ના આદિવાસી શહીદો ને આઝાદી ના અમૃત મહોત્સવ તાને સો સો સલામ.

Satyen Gdhvi

TejGujarati