Skip to content
જાત સાથે જો મળવું હોય તો ચા જોઈએ.
પોતાનામાં જ ભળવું હોય તો ચા જોઈએ.
સ્મરણ ડોકાયા કરે અતીતની બારીએથી,
નખશીખ જો ભીંજાવું હોય તો ચા જોઈએ.
કોરીધાકોર આંખો ચાતક સમ તરસ્યાં કરી,
એકાંતમાં જો ઓગળવું હોય તો ચા જોઈએ.
હું, કલમ, કાગળ ને વરસ્યો લે અનરાધાર,
તોય ટીપે ટીપે પલળવું હોય તો ચા જોઈએ.
કડવા ઘૂંટ પણ ઉતાર્યા ચા ની ચુસ્કીમાં ‘ઝીલે’
જીવનની સમી સાંજે ઢળવું હોય તો ચા જોઈએ.
– વૈભવી જોશી ‘ઝીલ’