એક વ્યક્તિ કે જે નિયમિતપણે કુટુંબની સભાઓમાં ભાગ લેતો હતો , તેણે અચાનક કોઈ પણ કારણ વિના , ભાગ લેવાનું બંધ કર્યું .*
*-થોડા અઠવાડિયા પછી , એક ખૂબ જ ઠંડી રાતે , તે ગૃપના એક વડીલે તેમની મુલાકાત લેવાનું નક્કી કર્યું .*
*-તેમણે તેણે ઘરમાં એકલો ફાયર પ્લેસની સામે બેઠેલો જોયો .ત્યાં એક તેજસ્વી આગ સળગી રહી હતી .*
*-તે માણસે વડીલનું સ્વાગત કર્યુ .*
*-ત્યાં એકદમ નીરવ શાંતિ હતી .બંને માણસો ફાયરપ્લેસમાં સળગતા લાકડાઓમાંથી નીકળતી જ્વાળાઓ જોઈ રહ્યા હતા .*
*-થોડી મિનિટો પછી , વડીલે એક પણ શબ્દ બોલ્યા વગર , સળગતા લાકડાઓમાંથી એક સૌથી વધારે પ્રકાશ સાથે સળગી રહેલ લાકડા ને પસંદ કરી ,સાણસી વડે , સળગતા લાકડાઓથી દુર મૂકી , પાછા પોતાની જગ્યાએ બેસી ગયા .યજમાન દરેક વસ્તુ પર ધ્યાન આપી અને આકર્ષિત થઈને જોઈ રહ્યા હતા .*
*-થોડા સમય પછી , દૂર મુકેલ સળગતા લાકડાની આગ બુઝાઈ ગઈ હતી . થોડા સમય પહેલા જે ઝળહળતો તેજસ્વી પ્રકાશ અને ગરમી આપતો હતો , તે કાળા પડી ગયેલ લાકડાંના ટુકડા સિવાય , કંઈ ન હતો .*