ટ્રેકટર તથા છોટા હાથી ટેમ્પાની બેટરીઓની ચોરીનો પકડાઈ

ગુજરાત સમાચાર

તિલકવાડા પોલીસે આરોપીને પકડી મુદ્દામાલ રિકવર કર્યો

રાજપીપલા, તા.22

તિલકવાડા તાલુકામાં બેટરિઓના ચોરી પ્રકરણે ભારે ચકચાર જગાવી હતી. તે પૈકી ટ્રેકટર તથા છોટા હાથી ટેમ્પાની ત્રણ બેટરીઓની ચોરીનો ભેદ ઉકેકવામાં તિલકવાડા પોલીસને સફળતા મળી છે.
આ અંગે તિલકવાડા પોલીસે આરોપીને પકડી મુદ્દામાલ રિકવર કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસારનર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહ
તથા નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા વિભાગ વાણી દૂધાત તથા સર્કલ પોલીસ
ઈન્સપેક્ટર કેવડીયની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા સારૂ
અસરકારક કામગીરી કરવા સુચનાઆપેલ. જે અનુંસંધાને

દેવલીયાના રહેવાસી મકબુલશા અહેમદશા દિવાનની
છોટા હાથી ટેમ્પા રજી. નં.GJ-06-AT-2821 તથા બીજા છોટા હાથી ટેમ્પા રજી.નં.GJ-06-VV-5460 તથા ટ્રેકટર સ્વરાજ
૭૩૫ રજી.નબર જી.જે.૦૭ એ.એ.૭૯૦૯ ની બેટરી કોઇ ચોર ઇસમ -દેવલીયા ગામેથી ચોરી કરી લઇ ગયેલ. જેઅંગે નોગુનો રજીસ્ટર થયેલ.
જે ગુનાની તપાસ દરમ્યાન બાતમી મળેલ કે, દેવલીયા ખાતે રહેતા મૌલીકગીરી પ્રવિણગીરી ગોસ્વામીએ ટ્રેક્ટર
તથા છોટા હાથીની ત્રણ નંગ બેટરી ચોરી કરેલાની હકીકત જણાતા આરોપીને ઝડપી પાડેલ. અને યુક્તિથી ધનિષ્ઠ
પુછપરછ કરતા તેઓએ ટ્રેક્ટર તથા છોટા હાથીની બેટરીઓ ચોરી કરેલાની હકીકતકબૂલ કરેલ. કે પોતે છેલ્લા બે
મહીનાથી બેકાર હોઈ અને વાપરવા માટે પૈસાની જરૂર હોઇ જેથી આ બેટરી ચોરી કરેલાનું જણાવેલ જેથી આ કામના
આરોપી મૌલીકગીરી પ્રવિણગીરી ગોસ્વામી પાસેથી ત્રણેય બેટરી કિ.રૂ.૧૨,૦૦૦/-મુદ્દામાલ રીકવર કરી તિલકવાડા
પો.સ્ટે.નો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી આરોપી વિરૂધ્ધકાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati