ડેડીયાપાડા ખાતે ખેતરમાં બે બોરમાં પથ્થર નાખી બોર પૂરી દઈબોર મોટર તથા વાયર સાથે કુલ રૂ.૩,૫૦,૦૦૦/-જેટલાનું
નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ

ગુજરાત સમાચાર

રાજપીપલા, તા,22

ડેડીયાપાડા ખાતે ફરિયાદીના ખેતરમાં આવેલ બે બોરમાં પથ્થર નાખી બોર પૂરી દઈબોર મોટર તથા વાયર સાથે કુલ રૂ.૩,૫૦,૦૦૦/-જેટલાનું
નુકશાન કર્યાની પોલીસ ફરિયાદનોંધાઈ છે. જેમાં ફરીયાદીનગીનભાઈ સીંગાભાઈ વસાવા (રહે,ભૂતબેડા તા,ડેડીયાપાડા જી.નર્મદા)એ ડેડીયાપાડા પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીના ખેતરમાં કોઈ અજાણ્યા ઇસમ ખેતર માં પ્રવેશ કરી બોરમાં પથ્થર નાખી બોર પૂરી દઈરૂ.૫૦,૦૦૦/- જેટલાનું નુકશાન કરી તથા બીજો બોરમાં પથ્થર નાખી બોર મોટર તથા વાયર સાથે રૂ.૧,૫૦,૦૦૦/-નું નુકશાન કરી તથા શારદાબેન
દલસુખભાઇ વસાવાના બોર તથા મોટરને રૂ.૧૫૦૦૦૦/-નું નુકશાન કરી કુલ રૂ.૩,૫૦,૦૦૦/-જેટલા નું નુકશાન કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati