હજરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ
નિકુંજ ભાઈ પટેલ અને વડીયાના ડેપ્યુટી સરપંચ પદે વિરેન્દ્રસિંહ સુણવા ચૂંટાયા

ગુજરાત સમાચાર

રાજપીપલા તા22

તાજેતરમાં નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતોમા સરપંચોની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે
ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી હતી. સરપંચ પછી ગામના વિકાસમાં ડેપ્યુટી સરપંચનું વિશેષ મહત્વ અને જવાબદારી હોય છે. અત્યારે નાંદોદ તાલુકાના હજરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે નિકુંજભાઈ જયંતીભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે વડીયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સુણવા બિનહરીફ ચૂંટાયા હતા. આ બંનેની બિનહરીફ વરણી થતા સરપંચ તેમજ સદસ્યો એ તેમજ ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ બંને વિજેતા ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે અમે મતદારો અને ગ્રામજનોનો આભાર માનીએ છીએ.અને ગામના વિકાસ માટે અમે હંમેશા કટિબદ્ધ રહીશું.અને સરકારની બધી યોજનાઓના વિકાસ માટે અમલી બનાવી ગામનો છે સર્વાંગીણ વિકાસ કરીશું.

તસવીર :દીપક જગતાપ રાજપીપળા

(તસવીર :હજરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ
નિકુંજ ભાઈ પટેલ અને વડીયાના ડેપ્યુટી સરપંચ પદે
વિરેન્દ્રસિંહ સુણવા ચૂંટાયાતેની તસવીર )

TejGujarati