ખડખડાટ હસવા માટે થઈ જાઓ તૈયાર, કારણ કે શેમારૂમી પર ખૂલશે તમારી ફેવરિટ ‘ગોટી સોડા’

મનોરંજન

 

 

 

 

રંગમંચના દિગ્ગજ કલાકાર સંજય ગોરડિયા આ પ્રોજેક્ટ સાથે જ વેબસિરીઝના માધ્યમમાં ડેબ્યુ કરી રહ્યા છે. એટલે કે હાસ્ય સમ્રાટ સંજય ગોરડિયાની આ પહેલી ગુજરાતી વેબસિરીઝ છે.

 

 

 

તા, 21 જાન્યુઆરી

 

‘ધૂઆંધાર’, ‘યમરાજ કૉલિંગ’, ‘બેનકાબ’, ‘ઠાકર કરે એ ઠીક અને ‘પુરી પાની’ જેવી ફિલ્મ, વેબસિરીઝ અને નાટકની સફળતા બાદ શેમારૂમી પોતાના ગુજરાતી પરિવાર માટે વધુ એક ઈન્ટ્રેસ્ટીંગ પ્રોજેક્ટ લઈને આવી રહ્યું છે. શેમારૂમી પર ટૂંક સમયમાં જ નવી વેબસિરીઝ ‘ગોટી સોડા’ રિલીઝ થવાની છે. દર્શકો માટે ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે રંગમંચના દિગ્ગજ કલાકાર સંજય ગોરડિયા આ પ્રોજેક્ટ સાથે જ વેબસિરીઝના માધ્યમમાં ડેબ્યુ કરી રહ્યા છે. એટલે કે હાસ્ય સમ્રાટ સંજય ગોરડિયાની આ પહેલી ગુજરાતી વેબસિરીઝ છે.

 

આ વેબસિરીઝ પ્રફુલ પારેખ નામના એક વ્યક્તિના પરિવારની છે. પપ્પુ તરીકે ઓળખાતા શેરબ્રોકર પ્રફુલને જીવનમાં માત્ર એટલી ઈચ્છા છે કે તેમની સવારની ચા તે શાંતિથી પી શકે. પરંતુ તેમનો અતરંગી પરિવાર રોજ સવારે કોઈ નવી મુસીબતને લઈને હાજર થઈ જાય છે.જો કે પ્રફુલ પારેખ પૂરી શ્રદ્ધા અને તાકાતની સાથે ખુશમિજાજ અને જિંદાદિલીથી પરિવાર પર આવેલી મુશ્કેલીઓ સામે લડે છે. હવે પ્રફુલના પરિવાર પર આવેલી મુશ્કેલીઓ તમને ખડખડાટ હસાવશે.

 

હવે જ્યાં શેમારૂમી અને સંજય ગોરડિયાની હાજરી હોય ત્યાં મનોરંજનની ગેરંટી તો હોવાની જ. તો સંજય ગોરડિયાની સાથે સાથે ‘ગોટી સોડા’માં પ્રાર્થી ધોળકિયા, ચેતન દૈયા, ભૂમિકા પટેલ, ભાવિની જાની અને જીયા ભટ્ટ જેવા મંજાયેલા કલાકારો જોવા મળશે. એટલે કે આ સીટકોમ ફેમિલી ડ્રામા એક ફૂલફ્લેજ્ડ પેકેજ છે, જે દર્શકોને બિલકુલ નિરાશ નહીં કરે.

 

વેબસિરીઝને લઈને સંજય ગોરડિયાનું કહેવું છે કે,’નાટકોમાં દર્શકોએ મને અઢળક પ્રેમ આપ્યો છે, મેં હિન્દી ફિલ્મો પણ કરી છે. જો કે આજકાલ વેબસિરીઝ ચલણમાં છે, ત્યારે હવે મેં દર્શકોને હસાવવા માટે વેબસિરીઝ પણ અજમાવી લીધી છે. એક ફૂડી વ્યક્તિ તરીકે ગોટી સોડા મેં ખૂબ પીધી છે. ખાટી અને તમતમતી ગોટી સોડાની જેમ જ આ વેબસિરીઝ પણ દર્શકોને હાસ્યનો ડોઝ આપીને તકલીફોનો ગેસ દૂર કરી દેશે.’

 

27 જાન્યુઆરીએ શેમારૂમી પર રિલીઝ થનારી આ વેબસિરીઝને લઈને દર્શકો પણ ઉત્સાહિત છે. ખાસ કરીને સંજય ગોરડિયાના ફેન્સ માટે તો આ વેબિસિરીઝ ન્યૂ યર ગિફ્ટ જ છે. અત્યાર સુધી જેમને તખ્તા પર માણ્યા છે, તેમને હવે વેબસિરીઝમાં જોવાનો લ્હાવો લેવા ફેન્સ તૈયાર છે.

 

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

TejGujarati