આજે ગુજરાતમાં નવા નિયંત્રણો અંગે લેવાશે નિર્ણય

ગુજરાત સમાચાર

રાજકોટમાં મુખ્ય સચિવ પંકજ કુમારે ની પત્રકાર પરિષદ કરી હતી જેમાં ખુલાસો કરતાં કહ્યું હતું કે રોજ સાંજે કોર કમિટીની બેઠક મળે છે જેમાં કોરોનાની દૈનિક પરિસ્થિતિ અંગે સમીક્ષા થાય
સંક્રમણ વધતુ અટકાવવા માટેના પ્રયાસ અંગે સૂચનો રખાય છે. દૈનિક 3 જિલ્લાઓની સમીક્ષા CS દ્વારા કરાય છે. આજે નવી SOP કોર કમિટીની બેઠક બાદ જાહેર કરાશે. માનવામાં આવી રહ્યું છે કે સરકારની આ નવી SOP કડક નિયંત્રણો વાળી હશે.જ્યાં કેસ વધશે ત્યાં નિયંત્રણ કડક કરાશે તેમજ નગરપાલિકાઓમાં પણ મનપા માફક પગલાં લેવાશે તેવો સંકેત પણ મુખ્ય સચિવ પંકજ કુમારે આપ્યો છે.
ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે.કોર કમિટીની આ બેઠક બાદ રાજ્ય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરશે. આ બેઠકમાં વધુ નિયંત્રણો મૂકવા કે નહીં એના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સૌકોઈની નજર નાઇટ કર્ફ્યૂના સમય અને લગ્નમાં મહેમાનોની છૂટ પર છે
રાજ્યના 12થી વધુ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ લગાવવા વિચારણા
હોટલ, કોમ્પલેક્ષ, મલ્ટીપ્લેક્ષમાં નવા નિયમો લાગાવામાં આવી શકે
સરકારી, ખાનગી ઓફિસમાં 50 ટકા મર્યાદા માટે વિચારણા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસોમાં ત્રીજી લહેરે સપાટો બોલાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24,485 કેસ કોરોના પોઝિટિવ આવતા સરકાર અને તંત્ર વધુ આયોજન કરવા જોતરાઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 9957 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 3709 કેસ તો રાજકોટમાં 1521 કેસ, વડોદરામાં 3194 કેસ નોંધાયા છે.

TejGujarati