નર્મદામા કોરોના વિસ્ફોટ વકર્યો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બીગ બ્રેકીંગ ન્યૂઝ નર્મદા

નર્મદામા કોરોના વિસ્ફોટ વકર્યો

સીઝનના સૌથી વધારે 84 કેસ

સાજા થયેલા ૦૮ દરદીઓને રજા અપાઇ

હોમ આઇસોલેસનમાં ૨૨૧ દરદીઓ સારવાર હેઠળ

રાજપીપલા,તા.19

નર્મદામા કોરોના વિસ્ફોટ વકર્યો છે.સીઝનના સૌથી વધારે 84 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે
હજી પણ હોમ આઇસોલેસનમાં ૨૨૧ દરદીઓ સારવાર હેઠળછે

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૨૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૫૯ સહિત કુલ-૮૪ પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૮ દરદીઓને આજે રજા અપાઇ છે. આજની સ્થિતિએ હોમ આઇસોલેસનમાં ૨૨૧ દરદીઓ સારવાર હેઠળ છે. પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૩૧,૭૨૪ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડાના અને શ્વાસમાં તકલીફના કુલ-૨૭ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. આજે RTPCR ટેસ્ટમાં ૭૭૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૫૪ સહિત કુલ-૧૧૨૪ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૯૦૫૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૭૩૬૭૪ લોકોને વિતરણ કરાઇ છે. તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati