નર્મદા જિલ્લામાં આદિવાસી કન્યાઓના વિક્રય અંગેસાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જિલ્લામાં આદિવાસી કન્યાઓના વિક્રય અંગેસાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી

સમાજનીઆદિવાસી કન્યાઓ ની મજબુરીનો લાભ લઈને દલાલો દ્વારા સમાજની બહાર વેચવામાં આવે છે.

વહીવટીતંત્ર વધુ ધ્યાન આપે તે બાબતે સાંસદનું અલ્ટીમેટમ

રાજપીપલા, તા.19

ડેડીયાપાડા તાલુકા પંચાયતના મિટિંગ હોલ ખાતે કમિશનર મહિલા અને બાળકલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ બાળ લગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ અન્વયે જાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યોહતો.

આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહેલા વિવિધ ગામનાસરપંચો તથા મહિલા અગ્રણીઓને સરકારની વિવિધ યોજનાઓ તથા મહિલા સશક્તિકરણ, બેટી બચાવો તથા બેટી પઢાવો અભિયાન, મહિલા અને બાળ સુરક્ષા અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન તથા અનેક પ્રકારના દૂષણોને નાબુદ કરવા તથા આદિવાસી સમાજમાં જાગૃતિ આવે તે માટેના કાર્યો કરવા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તથા વિશેષમાં નર્મદા જિલ્લામાં આદિવાસી કન્યાઓના વિક્રય અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમાજની દીકરીનો મજબુરીનો લાભ લઈને દલાલો દ્વારા સમાજની બહાર વેચવામાં આવે છે, તે માટે વહીવટીતંત્ર વધુ ધ્યાન આપે તથા આદિવાસી સમાજમાં જાગૃતિ આવે તે માટે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati