અમદાવાદ AMC નો ઢોર પકડનાર મજૂર 2300 રૂપિયાની લાંચ લેતો એસીબીના હાથે ઝડપાયો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અમદાવાદ AMC નો ઢોર પકડનાર મજૂર 2300 રૂપિયાની લાંચ લેતો એસીબીના હાથે ઝડપાયો.

બનાવની વિગત જોઈએ તો ફરીયાદી પશુપાલનનો ઘંઘો કરતા હોઇ અને આરોપી ઢોર પકડવા ની ગાડીમાં ફરજ બજાવતા હોઇ ફરીયાદીનાં ઢોર નહી પકડવા માટે દર મહીને રૂ.૨૩૦૦/- નો હપ્તો માંગતા હતા અને ના આપે તો ખોટી રીતે ફરીયાદીનાં ઢોર પુરી દઇ હેરાન પરેશાન કરતાં હોઇ , જેથી ફરીયાદીએ એસીબી નો સંપર્ક કરતાં એસીબી એ ફરિયાદીની ફરિયાદ નાં આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન આરોપી સત્તારભાઇ દાઉદભાઇ સૈયદ ,
ઢોર પકડનાર મજુર , વર્ગ -૪ ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
C.N.C.D વિભાગ, અમદાવાદ એ પંચ-૧ ની હાજરી માં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી સ્વીકારી ઝડપાઇ ગયેલ છે . આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

TejGujarati