નસવાડીનો આધુનિક એકલવ્ય તિરંદાજ દિનેશ ભીલે ગુજરાતનું ગૌરવ વધાર્યું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નસવાડીનો આધુનિક એકલવ્ય તિરંદાજ દિનેશ ભીલે ગુજરાતનું ગૌરવ વધાર્યું
…………………………………


નેશનલ લેવલના ૩પગોલ્ડ,૩૭ સીલ્વર, અને ૩૧ બ્રોન્ઝ મળી કુલ૧૦૩ મેડલો અપાવનાર એક માત્ર આદિવાસી તિરંદાજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું
……………………………….


ગુજરાત સરકારનો પ્રતિષ્ઠીત “સરદાર પટેલ એવોર્ડ”,
“ધ રિયલ હિરો એવોર્ડ,
“ડી.ડી.ગીરનારનો “ખેલ શીરોમણી”પુરરકારથી સન્માનિત
………………………………


વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડી અમિતશાહ , મુખ્યમંત્રી,
રાજ્યપાલ કોહલીની પ્રશંશા
મેળવનાર દિનેશ ભીલની સંઘર્ષમય યાત્રાને સૌએ બિરદાવી
………………………………..


અનેક આદિવાસી
યુવક યુવતિઓને તાલીમ આપીને 35 જેટલા તીરંદાજ શિષ્યોને તૈયાર કરી નેશનલ એવોર્ડ અપાવીને ગૌરવ વધાર્યું
………………………………..

રાજપીપળા તા :18

શાળા કક્ષાએથી રમતોત્સવમાં વારસાગત દેશી તીર ધનુષથી હરિફાઇમા ભાગ લઇ ૧૯૯૨ અને ૯૩માં બે વાર સતત
રાજય કક્ષાએ પ્રથમ આવ્યો.
અનેક વાર આંતરરાષ્ટ્રીય રમત
રમી 3 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર અનેચારે બ્રોન્ઝ મેડલ મેળવી
પોતાની કુશળતા સિદ્ધ કરી.

નબળીઆર્થિક પરિસ્થિતીમાં પણ ભણવાની સાથે તિરંદાજીમાંકસબ અજમાવતા દિનેશને ધાર્યું નિશાન પાર પાડવા ખૂબ મહેનત અને સંઘર્ષ કરવો પડયો.દિનેશેમક્કમ પણે નિર્ણય કર્યો કે મારા વિસ્તારના આદિવાસી યુવાનો, યુવતી ઓને તીરંદાજી રમત શીખવવી છે.અને એમને આગળ
લાવવાનો પ્રયાસ શરૂકર્યો.
આદિવાસીઓ માટે દિનેશભાઈએ તિરંદાજ શિક્ષક
કોચ બનવાનું નકકી કર્યું. અને તે માટે ડીપ્લોમા કોર્ષ કર્યો.
૧૯૯૪મા સ્પોટર્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારાચાલતી દેવગઢ બારીયાની તીરંદાજી હોસ્ટેલમાં પ્રવેશ મેળવ્યો.
આ પછી શરુ થઇદિનેશની તિરંદાજીની સફર..

આવી પરિસ્થિતિમા પણ નાનકડા દિનેશે એકલવ્ય બનીને તિરંદાજીમા ખૂબ મહેનત કરીને ૧૦૩ જેટલા મેડલો જીતીને દેશના સિલકટરોનું ધ્યાન ખેચ્યું.
નસવાડીના દુગ્ધા
ગામનાએકલાવ્ય દિનેશે નસવાડી ખાતે
એકલવ્ય એકેડમી શરૂ કરી. અને કોચતરીકે દીનેશ
ભીલે તીરંદાજી રમત માટેની આગવીઓળખ ઉભી કરી અનેક આદિવાસી ખેલાડીઓ તૈયાર કર્યા. અને પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું.
ગુજરાતના અચ્છા
તિરંદાજ બનીને અનેક આદિવાસી ખેલાડીઓ માટે
તિરંદાજીની એકેડેમી સ્થાપી અસંખ્ય આદિવાસી
ખેલાડીઓને તિરંદાજીમા અવ્વલ નિશાનેબાજ
બનાવનાર આજનો આધુનિક એકલવ્ય દિનેશ ભીલ આજે ગુજરાતનુ ગૌરવ ગણાય છે

દિનેશ માટે ગૌરવની વાત એ છે કે તિરંદાજીનું પ્રશિક્ષણ પોતાનું પૂરતું જ મર્યાદિત રાખ્યું નહીં પણ દિનેશે પોતે એક સારા તિરંદાજ બન્યા પછી આદિવાસી અનેક યુવાનો અને યુવતિઓને તાલીમ આપીને તૈયાર પણ કર્યા.જેમાના 35 જેટલા તીરંદાજ શિષ્યોએ નેશનલ એવોર્ડ મેળવીને ગુરુને ગૌરવ અપાવ્યું એ દિનેશ ભીલ માટે ગૌરવ લેવા જેવી વાત છે.

દિનેશ ભીલ પોતે નેશનલ તીરંદાજીમાં ત્રણ વખત
નેશનલ ચેમ્પિયન થયા.
નેશનલ લેવલે પોતે ૧૫ નેશનલ મેડલ જીત્યાં.નેશનલ લેવલે ૩પગોલ્ડ,૩૭ સીલ્વર, અને ૩૧ બ્રોન્ઝ મળી કુલ
૧૦૩ મેડલો અપાવી સમગ્ર દેશમાં આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે

દિનેશ ભીલે જણાવ્યું હતું કે મારી એકલવ્ય વ્યાયામ શાળાનું સ્વપ્ન છે કે તીરંદાજી રમતો ઠેરઠેર રમાતી થાય. ઓલીમ્પીક અનેઅન્ય આંતરરાષ્ટ્રીય રમતોમાં નસવાડી તાલુકો, વડોદરા જીલ્લો, રાજ્ય અને દેશ નામ કાઢે.આજે મને એ વાતનું ગૌરવ છે કે વડાપ્રધાને પ્રોત્સાહિત કરેલા ખેલ મહાકુંભ ગુજરાતમાં થયેલ છેલ્લી નોંધણી મુજબ રાજ્યભરમાં
૧૦,૦૦૦ બાળકો યુવા યુવતીઓ તીરંદાજી શીખી રહ્યા છે.

દિનેશભાઇ ભીલે આ ક્ષેત્રમા અનેક ખાસ સિદ્ધિઓ મેળવી છે. જેમા ૨૦૧૨માં ચેન્નાઇ ખાતે ઓલ ઇન્ડીયા સિનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ઓલમ્પીકરાઉન્ડમાં બૉન્ડઝ મેડલ મેળવી ઇન્ડીયાના ટોપ રેંકિંગ ત્રણમાં રથાન પ્રાપ્ત કર્યું
૨૦૧૩ થી પુના ખાતે વર્લ્ડકપ અને એશિયન ગેમ્સની તૈયારી માટે ઇન્ડીયા કેમ્પમાં
ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતના તીરંદાજની પસંદગી થઇ. વર્લ્ડકપ અને એશિયન ગેમ્સની તૈયારી માટે પુના ખાતે પ્રશિક્ષણ લઇ આંતરાષ્ટ્રીય કક્ષાની તીરંદાજીની સ્પર્ધા માટે ૪ મહિના સુધી કોરીયન કોચના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી હતી.

તિરંદાજી માટે તેમને અનેક એવોડૅસ અને સમાન મળ્યા છે. જેમાં તીરંદાજીના વિશિષ્ઠ ખેલાડી તરીકે અનન્ય સામાજીક, સાંસ્કૃતિક સિદ્ધિઓ હાંસલ કરવા બદલ ગુજરાત સરકારનો પ્રતિષ્ઠીત “સરદાર પટેલ એવોર્ડ”થી સન્માનિતથયાં.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત રાજ્ય દ્વારા ખાસ એવોર્ડથી સન્માનિત કરાયા.
૨૦૧૧માં બોમ્બે ખાતે મુકેશ અંબાણી અને સ્ટાર ક્રિકેટર અનિલ કુંબલેના હસ્તલ્મિ
ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર કલાકારોની હાજરીમાં “ધ રિયલ હિરો એવોર્ડ “એનાયત કરી સન્માનિત કરાયા.
૨૦૧૩માં અમદાવાદ ખાતે દુરદર્શન અમદાવાદ દ્વારા “ડી.ડી.ગીરનાર ખેલ શીરોમણી”પુરરકારથી સન્માનિત કરાયા. અને ગુજરાતના નવ રત્નોની પસંદગીમાં સ્થાન પામ્યા છે.
દિનેશભાઇને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ મળ્યા છે.વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક સમારંભ મા દિનેશભાઇએ તીરકામઠું ભેટ આપ્યું ત્યારે તીર કેમ ચલાવવું તે શીખવી દેશના વિકાસ પુરુષને નિશાન હંમેશા ઊંચું રાખવાની પણ પ્રેરણા આપી જેનાથી વડાપ્રધાન પ્રભાવિત થયાંહતા.
એ ઉપરાંત રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ એવોર્ડ તેમને મળ્યો.નીતા આંબાણીએ પણ અભિનંદન પાઠવ્યા.
તો પત્રકાર રાજદીપ દેસાઈ,ક્રિકેટર કોચ અનિલ કુંબલે,ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, અને અંજલિ તેંડુલકર,અનિલ કુંબલે ઉપરાંત ફિલ્મ દિગદર્શક રાજકુમાર હીરાની, વિધુ વિનોદ ચોપરા, ફિલ્મ નિર્માતા યશ ચોપરા, સંગીતકાર અન્નુ મલિક, ઉસ્તાદ અમજદ અલી ખાન,જાણીતી ફિલ્મી હસ્તીઓ આમિરખાન, કબીર બેદી, સુનિલ શેટ્ટી,ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂરપણ દિનેશભાઇની તિરંદાજીથી પ્રભાવિત થયાં અને અભિનંદન પાઠવી આવી દિગ્ગજ હસ્તીઓ સાથે ફોટા પાડવાનું સદભાગ્ય પણ મળ્યું છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati