અમદાવાદ ખાતે 8 વર્ષથી નિરંતર ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓના જીવ બચાવતા સ્વાભિમાન ગ્રુપના વોરિયર્સ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અમદાવાદ ખાતે 8 વર્ષથી નિરંતર ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓના જીવ બચાવતા સ્વાભિમાન ગ્રુપના વોરિયર્સ.

પક્ષીઓના જીવ બચાવતા વોરિયર્સ

રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવે છે અને આ તહેવાર દરમ્યાન પતંગની દોરીનો ભોગ અબોલ પક્ષીઓ બનતા હોય છે ત્યારે અમદાવાદમાં સેવાભાવી એનજીઓ સ્વાભિમાન ગ્રુપ દ્વારા ઉત્તરાયણમાં સતત આઠમા વર્ષે પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર કરવાનો મહા કેમ્પ આશ્રમ રોડ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સારવાર કેમ્પનું આયોજન સતત આઠમા વર્ષે કરવામાં આવ્યું હતું. આ પક્ષી બચાઓ કેમ્પમાં છેલ્લા આઠ વર્ષમાં આશરે બે હજાર જેટલા પક્ષીઓની સારવાર કરીને એમના જીવ બચાવવામાં આવ્યા છે..

સ્વાભિમાન ગ્રુપના આશરે 50 પદાધિકારીઓ અને વોલીએન્ટરો ઉત્તરાયણથી ત્રણ દિવસ સુધી આ સેવા કાર્ય કરવા માટે સજ્જ રહેતા હોય છે.

નીમા વિદ્યાલય સંકુલ વાડજના આચાર્યશ્રી સહદેવ સિંહજી સોનગરા, ઓશો મનન નિયો સંન્યાસ કમ્યુનના શ્રી નરેશ પટેલની સાથે ઓપરેશન હેડ વિવેક ભોજકની આગેવાનીમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરણા થી કરૂણા અભિયાન અંતર્ગત આ કેમ્પ ત્રણ દિવસ સુધી સતત કાર્યરત રહે છે અને ઘાયલ પક્ષીઓનો જીવ બચાવવામાં આવે છે.

આ ગ્રુપના કાર્યકરો ફોન કોલ પર પણ ફસાઇ ગયેલા પક્ષીઓને બિલ્ડીંગ અને વૃક્ષો પરથી ઉતારી લાવે છે અને સારવાર કરે છે.

સ્વાભિમાન ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પતંગ રસિકો સવારમાં છ થી સાત ના સમય દરમ્યાન પતંગ ન ચગાવે કેમ કે પક્ષીઓ ત્યારે ભોજનનની શોધમાં જાય છે અને સાંજે છ થી સાત વાગે પોતાના ઘરે એટલે કે માળામાં પાછા જતા હોય છે.. આ બે કલાક દરમિયાન પતંગ ન ચગાવીને પણ ઘણા પક્ષીઓનો જીવ બચાવી શકાય છે.

સતત 8 વર્ષથી આ ગ્રૂપના કર્તાહર્તા શ્રી વિનોદ ચૌહાણ અને તેમના કાર્યકરો દ્વારા કરવામાં આવતું કાર્ય ખરેખર સરાહનીય છે જેને જોતા આ તમામ બર્ડ લાઈફ સેવર્ વોરિયર્સ અભિનંદનને પાત્ર છે..

બાઈટ: વિનોદ ચૌહાણ- સંસ્થાપક, સ્વાભિમાન ગ્રુપ

TejGujarati