ઉત્તરાયણ:ભીષ્મને ઇચ્છામૃત્યુનું વરદાન પિતા શાંતનુ પાસેથી મળ્યું હતું, મહાભારત યુદ્ધ પછી ભીષ્મએ ઉત્તરાયણના દિવસે જ કેમ દેહત્યાગ કર્યો? – સુરેશ વાઢેર.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને પંચાંગભેદ છે. અનેક જગ્યાએ 14 જાન્યુઆરીએ અને કોઈ સ્થાને 15મીએ ઉત્તરાયણ પર્વ ઊજવવામાં આવશે. મકરસંક્રાંતિ સાથે જ ઉત્તરાયણ પણ હોય છે, એટલે આ દિવસથી સૂર્ય પોતાની સ્થિતિ બદલીને દક્ષિણાયણથી ઉત્તરાયણ થઈ જાય છે. ઉત્તરાયણનો ભીષ્મ પિતામહ સાથે ગાઢ સંબંધ છે. તેમણે પોતાની મૃત્યુ માટે આ દિવસને પસંદ કર્યો હતો.

દ્વાપરયુગમાં મહાભારત યુદ્ધના 58 દિવસ પછી ભીષ્મ પિતામહે દેહત્યાગ કર્યો હતો. ભીષ્મને તેમના પિતા શાંતનુ પાસેથી ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું હતું. યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી પણ ભીષ્મએ દેહત્યાગ કરવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી. આ અંગે ઉજ્જૈનના ભાગવત કથાકાર અને જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું હતું કે ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે અને જે લોકો આ દિવસે દેહત્યાગ કરે છે તેમને મોક્ષ મળે છે. મોક્ષ પછી આત્માને ફરીથી જન્મ લેવો પડતો નથી. ભીષ્મ પણ મોક્ષ મેળવવા ઇચ્છતા હતા, આ કારણે તેમણે મૃત્યુ માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો.

Suresh vadher

9712193266

TejGujarati