પુરુષ અને પતંગ બેય સરખા…

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પુરુષ અને પતંગ બેય સરખા…
• બેઈ ની રાશિ એક.


• એક ને મોજથી ઉડવું ગમે ને બીજાને ભાટકવું ગમે.
• ઉડાડવા હાટુ એકને કની બંધાવી પડે બીજાને છેડાછેડી.
• દોરી એક લેડીઝના હાથમાં હોય તોય બીજે લંગરીયા નાખે.
• બેઈ ને ઉડવા હાટુ હવા જોય.
• આજુબાજુ જાજી પતંગુ જોવે એટલે અલગોઠિયા ખાય.
• પૂછડું બાંધો તો ઘડીકવાર સ્થિર રયે પછી હતા એવા ને એવા.


• કમાન ક્યારે છટકે એનું નક્કી નય.
• રંગીન પતંગ બાજુ નમી નમીને પેચ લડાવા જાય.
• પેચ લાંબો હાલે તો હરખાઈને ફૂદેડીયુ ફરવા મંડે.
• ભટકાય, અથડાય ને ફાટે તોય લખણ નો મૂકે.
• થીગડે ગુંદરપટ્ટી મારીને પાછો ઉડે. હરખપદુડો.
• પોતે કપાય તો બીજા કેટલાયની દોરીયું કાપતો જાય.
• સ્વભાવે ભોળો. છેલ્લે કપાઈને હળવેકથી રંગીન પતંગની બાજુમાં પડે.
આતો એક વાત છે
ડાયરાને હેપી સંક્રાંતિ ઈન એડવાન્સ!!

TejGujarati