પેચ લડાવા જો કોઈ આવે તો ઢાલ બનીને સાથ આપુ , ભારે પવનમાં ગોથું મારે તો વહાલથી હાથ આપુ , પણ બસ , આજ આપણાં પતંગને દૂરદૂર જવા જ દે બાપુ ! – પાર્થિવી અધ્યારુ શાહ

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ચાલ ,આજ તું થોડી ઢીલ મૂક ને

હું છૂટ આપુ !

આજ આપણાં પતંગને દૂરદૂર

જવા દે બાપુ !

જવા જ દે દોરી; હું ફીરકી સંભાળીને પકડી રાખું ,

કેટલી દોરી છોડી ; તેં કે મેં એ

ય નહીં માપુ ,

બસ , આજ આપણાં પતંગને દૂરદૂર

જવા દે બાપુ !

જીવન જેવા ડોલતા પતંગે

આકાશી નકશો છાપુ ,

આકાશે ઝૂલતી દોરીએ

ફાનસથી અજવાળુ આપુ ,

બસ , આજ આપણાં પતંગને દૂરદૂર

જવા દે બાપુ !

પેચ લડાવા જો કોઈ આવે તો

ઢાલ બનીને સાથ આપુ ,

ભારે પવનમાં ગોથું મારે તો

વહાલથી હાથ આપુ ,

પણ બસ , આજ આપણાં પતંગને દૂરદૂર જવા જ દે બાપુ !

– પાર્થિવી અધ્યારુ શાહ

TejGujarati