સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા કૃષિ, ઉર્જા અને આરોગ્ય ક્ષેત્રમાં કુલ 250 કરોડના એમઓયુ ગુજરાત સરકાર સાથે કર્યા

સમાચાર

 

 

અમદાવાદ, જાન્યુઆરી 2022: ભારતના ઉત્તમ ભવિષ્ય માટે સતત કાર્યરત સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ ગુજરાત સરકાર સાથે વધુ બે 50 કરોડના એમઓયુ સસ્ટેનેબલ ઉર્જા અને ટેકનોલોજી તેમજ આર્યુવેદ અને હોમિયોપેથીમાં નવીન સંશોધનો દ્વારા વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં આવશે. પૂર્વે પણ પ્રિ – વાઇબ્રન્ટ સબમીટમાં કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવા રૂ. 200 કરોડનો એમઓયુ કરવામાં આવ્યો હતો.

 

આ એમઓયુ પર હસ્તાક્ષર કરતા સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આદિ જૈને જણાવ્યું હતું કે, “સ્વર્ણિમ હંમેશા ઉદ્યોગસાહસિકોના પડખે રહે છે તેથી આ પ્રકારના એમઓયુ દ્વારા ઇન્ક્યુબેશન સેન્ટર ઑફ સ્વર્ણિમ વિવિધ સ્ટાર્ટ અપોને પ્રોત્સહન આપતું હબ બની ગયું છે. અમારા એમઓયુ જે ક્ષેત્રમાં તત્કાલ ઇનોવેશની માંગ છે તેવા ક્ષેત્રે કર્યા છે. અમે ગુજરાત સરકારના આભારી છીએ જેને સ્ટાર્ટ અપના વિકાસ માટે મોકળું મેદાન આપ્યું છે.”

 

આવનાર દિવસોમાં ઉર્જા માટેના સ્ત્રોત (નૉન-રિન્યુએબલ) ખતમ થવા જઈ રહ્યો છે, તેની સાથે જ વ્યવહારિક ડીકાર્બોનાઇઝેશન સોલ્યુશન માટેનો બહુ મોટો પ્રશ્ન ઉભો છે. તેના ઉકેલના ભાગ રૂપે સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટર સસ્ટેનેબલ ઉર્જા અને ટેકનોલોજી માટે કામ કરતા સ્ટાર્ટ અપ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી ઊર્જા સંક્રમણને વધુ વેગ મળી રહે. આ માત્ર ટેકનિકલ, નીતિ અને વ્યાપારના પરિપ્રેક્ષ્ય પૂરતું મર્યાદિત નથી પણ રિન્યુબલ ઉર્જા, ઉર્જા કાર્યક્ષમતા માપદંડો અને પાવર, ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગ અને મકાન માટેના ઉર્જા વપરાશમાં CO2 ઘટાડવા માટે પણ છે.

 

પરંપરાગત ભારતીય ઔષધીય પ્રણાલી આયુર્વેદ અને હોમિયોપેથી જેને વૈકલ્પિક ઔષધિ પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાવા આધારિત સંશોધનો દ્વારા અને જીવ વિજ્ઞાન આદિની મદદ અને ટેકનોલોજી સાથે તાલ મેલ કરી સમગ્ર આરોગ્ય અને વ્યક્તિગત દવા પ્રત્યે સર્વગ્રાહી બનાવવાના પ્રયાસ છે. ચીનની , 95% સરકારી હોસ્પિટલોમાં પરંપરાગત દવાઓનો વિભાગ છે, તે જ રીતે આ એમઓયુ ભારત સરકાર માટે સમાન પ્રકારની નીતિ વિકસાવવામાં મદદ કરશે.

 

સ્વર્ણિમ યુનિવર્સિટી ગુજરાતને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનું હબ બનાવવાના પ્રયાસોમાં ગુજરાત સરકારને તેનું સમર્થન દાખવે છે. તેથી સ્વર્ણિમએ ગુજરાત સરકાર સાથે કૃષિ, સસ્ટેનેબલ ઉર્જા અને ટેકનોલોજી, આરોગ્ય, વાણિજ્ય અને વેપાર ક્ષેત્રે રૂપિયા 250 કરોડના એમઓયુ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કર્યા છે.

 

TejGujarati