શૂલપાણેશ્વર મંદિર સામેના આવેલ નર્મદા ઘાટ ખાતે અમૂક પ્રવૃતિઓ કરવાં પર પ્રતિબંધ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

શૂલપાણેશ્વર મંદિર સામેના આવેલ નર્મદા ઘાટ ખાતે અમૂક પ્રવૃતિઓ કરવાં પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું રાજપીપલા,તા.13

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે શૂલપાણેશ્વર મંદિરની સામે આવેલ નર્મદા ઘાટ ખાતે દૈનિક ધોરણે થતી આરતી સિવાય કોઈ પણ પ્રકારની પૂજા-અર્ચના-વિધી કરવી નહીં, નર્મદા ઘાટ ખાતે કોઈપણ પ્રકારના ફૂલ કે પૂંજાપો અર્પણ કરવા નહીં તથા નર્મદા ઘાટ ખાતે પાણીમાં દૂધ ચઢાવવું નહીં વગેરે જેવી ઉક્ત પ્રવૃત્તિઓ કરવાં પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati