જિલ્લા પ્રસાશન ધ્વારા JCB-ઇન્ડિયા કંપનીના સહયોગથી અંદાજે રૂા.૧.૬ કરોડથી પણ વધુનાખર્ચે ૧૦ ગામતળાવ ઉંડા કરવાનું હાથ ધરાયેલું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જિલ્લા પ્રસાશન ધ્વારા JCB-ઇન્ડિયા કંપનીના સહયોગથી અંદાજે રૂા.૧.૬ કરોડથી પણ વધુના
ખર્ચે ૧૦ ગામતળાવ ઉંડા કરવાનું હાથ ધરાયેલું આયોજન

૬ હેક્ટર જમીનને પરોક્ષ સિંચાઇની સવલત ઉપલબ્ધ થવાની સાથે નાના-સિમાંત
ખેડૂતોને થનારો ફાયદો રાજપીપલા,તા.12

વરસાદના વ્યર્થ વહી જતા પાણીને રોકીને જમીનમાં તેનો સંગ્રહ કરવાથી જમીનનાં જળ સ્તર ઉંચા લાવવામાં ખૂબ જ ઉપયોગી અને આશિર્વાદરૂપ બનેલી જળસંચય યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં CSR એક્ટીવીટી હેઠળ JCB-ઈન્ડિયા કંપનીના સહયોગથી અંદાજે રૂા.૧.૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે નર્મદા જિલ્લાના ૧૦ જેટલા ગામ તળાવ ઉંડા કરવાની સાથે જે તે તળાવના વિકાસ માટેની જરૂરી સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં નર્મદા જિલ્લા વહિવટતંત્ર ધ્વારા ખાસ પ્રોજેક્ટ તૈયાર કરીને JCB-ઈન્ડિયા કંપની સમક્ષ તેની દરખાસ્ત મોકલવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની રાહબરી હેઠળ તાજેતરમાં જિલ્લા કલેક્ટરાલય ખાતે કરજણ સિંચાઇ યોજના અને જિલ્લા પંચાયતની સિંચાઇ યોજના વિભાગના સંબંધિત અધિકારીઓ અને JCB-ઇન્ડિયા કંપનીના ઉપાધ્યક્ષ જસમીતસિંઘ અને તેમની ટુકડી સાથે ઉક્ત બાબતે યોજાયેલી બેઠકમાં થયેલી ચર્ચા-વિચારણા અને જરૂરી પરામર્શ બાદ ઢોંલાર-લાછરસ ગામોની સ્થળ મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ બાદ જળસંચય માટેના ઉક્ત પ્રોજેક્ટની યોજના તૈયાર કરાઇ છે.
નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પંચાયતની સિંચાઇ શાખાના કાર્યપાલક ઇજનેર આર.બી.કટારા સહિતના અન્ય અધિકારીઓ ધ્વારા જિલ્લામાં જળસંચય યોજના હેઠળ JCB-ઇન્ડિયા કંપનીના સહયોગથી સદરહું પ્રોજેક્ટ મંજૂરીના હાથ ધરાયેલા પ્રયાસો અંતર્ગત જિલ્લાના દેડીયાપાડા, લાછરસ, નવા વાઘપુરા, પાટણા, સાકવા, કણપોર, વિરપોર, સાવલી,વાવલીયા અને ભદામ ટેકરા ગામના ગામ તળાવ સહિત કુલ ૧૦ જેટલા તળાવો અંદાજે રૂા.૧.૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે હાથ ધરીને આશરે કુલ ૩૨.૯૬ મિલીયન ઘનફુટ જેટલી માટીનું ખોદાણ કરાશે અને તેના પરિણામે ૩૨.૯૬ મિલીયન ઘનફુટ જળસંગ્રહ શક્તિમાં વધારો થાય તે રીતનું આયોજન ઘડી કઢાયેલ છે. પાણીનો આ સંગ્રહ થવાથી આશરે ૬ હેક્ટર જમીનને પરોક્ષ સિંચાઇની સવલત ઉપલબ્ધ બનશે અને આજુબાજુના કુવાઓના જળ સ્તર પણ ઉંચા આવશે, આમ ઉક્ત ગામોના નાના-સિમાંત ખેડૂતોને આ પ્રોજેક્ટથી ફાયદો થશે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati