બ્રહ્મ સમાજ ના બ્રહ્મ નારી રત્ન અનેક વિધ સામાજિક સંસ્થાના અધ્યક્ષા અને પ્રખર રાષ્ટ્ર ભક્ત એવા સંસ્કૃત ના પ્રોફૅસર ડૉ કુંજલ ત્રિવેદી ને મહિલા મોરચો પાટણ જિલ્લા માં મંત્રી તરીકે નિમણૂક કરવાંમાં આવી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બ્રહ્મ સમાજ ના બ્રહ્મ નારી રત્ન અનેક વિધ સામાજિક સંસ્થાના અધ્યક્ષા અને પ્રખર રાષ્ટ્ર ભક્ત એવા સંસ્કૃત ના પ્રોફૅસર ડૉ કુંજલ ત્રિવેદી ને મહિલા મોરચો પાટણ જિલ્લા માં મંત્રી તરીકે નિમણૂક કરવાંમાં આવી.

પ્રદેશ મહા મંત્રી શ્રી રજની ભાઇ પટેલ ની અનુમતિ થી જિલ્લા પ્રમુખ શ્રી ડૉ દશરથ જી ઠાકોર સાહેબ અને જિલ્લા પ્રભારી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ તેમજ શ્રી ગોવિંદભાઈ પટેલ સાથે ચર્ચા વિમર્શ કરી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી સુસ્મા બેન રાવલ દ્વારા પાટણ જિલ્લા મહિલા મોરચા માં રાજકોટ ના વતની અને શંખેશ્વર ખાતે સંસ્કૃત પ્રોફેસર અને સમગ્ર બ્રાહ્મણ સમાજનું ગૌરવ અને મહિલા અગ્રણી એવા નારી રત્ન ડૉ કુંજલ ત્રિવેદી ને મહિલા મોરચો પાટણ જિલ્લા માં શંખેશ્વર તાલુકા મંત્રી તરીકે નિમણૂંક કરી છે.
ડૉ કુંજલ ત્રિવેદી ને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટી ના સક્રિય કાર્યકર, ઉમિયા ગૌ શાળા એવંમ ગુરુકુળ સંસ્થાન ગાંધીનગર ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ અને કાર્યકર્તા ઓદ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે સાથે ભારત માતા સંસ્થા તથા નેચર ફર્સ્ટ જેવી સામાજિક સંસ્થા દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. બહેન શ્રી જે સામાજિક સંસ્થા માં નિઃ સ્વાર્થ સેવા આપી રહ્યા છે તે તમામ સંસ્થા ના પદાધિકારીઓ અને કાર્યકર્તા ટિમ માં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે હર્ષ ની લાગણી પ્રસરી રહી છે. હમણાંજ
તાજેતર માં ડૉ કુંજલ ત્રિવેદી ને વડોદરા ખાતે બેસ્ટ પ્રોફૅસર અચીવમેંટ અવોર્ડ ૨૦૨૧ એનાયત થયેલ છે..
કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિના મહિલા અધ્યક્ષા ડો. કુંજલબહેન ત્રિવેદી પ્રખર રાષ્ટ્ર ભક્ત કવિયિત્રી પણ છે.

TejGujarati