ઓમિરેકલ લાઈફ કેરની ટેકનોલોજીથી ફ્રીમાં થેરાપી લઈ સાજા થયેલા પેશન્ટ્સ માટેનું ગેટ ટુ ગેધર યોજાયું

સમાચાર

 

ઘણા એવા દર્દીઓ છે કે જેઓ જુદા જુદા પ્રકારની બીમારીઓથી પીડાઈ રહ્યા છે ત્યારે આવા દર્દીઓને સાજા કરવાનું કામ ઓમિરેકલ લાઈફ કેરના અમેરિકન અને કોરિયન ટેકનોલોજીથી સજજ થેરાપી

 

મશીનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેથી લાસ્ટ ત્રણ મહિનામાં સાજા થયેલા અને દર્દીઓમાંથી તંદુરસ્ત લાઇફસ્ટાઇલ જીવી રહેલા લોકોનું ગેધરીંગ 8 અને 9 જાન્યુઆરીના રોજ સહાના હોટેલ એસ.જી. હાઈવે અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું હતું.

 

આ અંગે વધુમાં વાત કરતા ઓમિરેકલ લાઈફ કેરના ગ્લોબલ ચેરમેન મયૂર ઠક્કરે કહ્યું કે, અમારે ત્યાં થેરાપી લેવા માટે ડાયાબિટીસ, બીપી, કેન્સર, ગેસ પ્રોબ્લેમ સહિતના દરેક પ્રકારના રોગોના દર્દીઓ આવે છે તેમજ સ્પાઈન અને સાંધાના દુખાવા જેમાં કમરનો દુખાવો, ઢીંચણના ઘસારા વગેરે માટે પણ થેરાપી અપાય છે. જેમાંથી આ દર્દીઓ અત્યારે સાજા થઈ સુખી જીવન વિતાવી રહ્યા છે અન્ય લોકોને અને આ લોકોને થેરાપી જેમને આપી છે તેવા થેરાપિસ્ટને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજવાનું અમે નક્કી કર્યું હતું. મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે પરંતુ કોરોના હોવાથી અમે 3 મહિનામાં સાજા થયેલા લોકોને અહીં બોલાવ્યા હતા.

 

વધુમાં વાત કરતા કહ્યું કે અમારી થેરાપી આપતી જે મશીન ટેકનોલોજી છે જેમાં સાત દેશોની સિસ્ટમને એક જ ટેકનોલોજીની અંદર ફીટ કરવામાં આવી છે. જેની થેરાપીથી દર્દીઓ સાજા થઈ રહ્યા છે. દવા ઓપરેશન, સર્જરી, કસરત વગર અને સાઈડ ઈફેકટ વિના રોગોને મટાડીએ છીએ. અમે સંપૂર્ણ ફ્રીમાં આ થેરાપી આપીએ છીએ.

TejGujarati