કોરોના મહામારીને પગલે પૂનમના દિવસે માતાજીની પાલખી નીકળશે નહિ

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

મહેસાણા

કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે શ્રી બહુચરાજી માતાજી મંદિર ખાતેથી 17 જાન્યુઆરીને પોષ સુદ પૂનમની રાત્રીએ નીકળનારી માતાજીની પાલખી બંધ રાખવામાં આવી છે. કોરોના મહામારીને પગલે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે દર્શનાર્થીઓના હિત સારૂ માતાજીની પાલખી પૂનમના દિવસે બંધ રહેનાર છે, જેની નોંધ સર્વ ભક્તજનોએ લેવા જણાવાયું છે. કોરોનાની આ વૈશ્વિક મહામરીમાંથી સમગ્ર વિશ્વને મા બહુચર મુક્ત કરે અને સમગ્ર જનસમુદાયનું રક્ષણ કરે એવી મા બહુચને પ્રાથના કરીએ, તેમ વહીવટદાર શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજીની અખબારી યાદીમાં જણાવાયુ છે.

TejGujarati