નર્મદાના ડેડીયાપાડા વિસ્તારમાંથી નવ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

નર્મદાના ડેડીયાપાડા વિસ્તારમાંથી નવ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપાયો

એલ.સી.બી. નર્મદા પોલીસનું ઓપરેશન

રાજપીપલા, તા11

ડેડીયાપાડા વિસ્તારમાં નવ વર્ષથી નાસતો ફરતો આરોપીને
એલ.સી.બી. નર્મદા પોલીસે
ઝડપી લીધો છે.

હિમકર
સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના
નાસતા-ફરતા આરોપીઓને
પકડવા સારૂ
પરિણામલક્ષી કરવા તેમજ જીલ્લામાં
ફરાર થેયલ આરોપીઓને ઝડપી પાડવાની
સુચના અનુસંધાને એ.એમ.પટેલ,પોલીસ
ઇન્સ્પેક્ટર એલ.સી.બી., નર્મદાના
સુપરવિઝન હેઠળ ડેડીયાપાડા પો.સ્ટે.
વિસ્તારમાં જાહેર મિલ્કતને
નુકશાન કરવા બદલ ડેડીયાપાડા પોલીસ મથકે ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ ૩,૫ મુજબ ગુનો નોંધાયેલ. આ ગુનાના
કામના નાસતા ફરતા આરોપી બીપીનભાઇ હરીસીંગ વસાવા રહે. ભરાડા(ખાબજી)
તા.ડેડીયાપાડા જી.નર્મદા ગુનાના નાસતો ફરતો હોય જે નાસતા ફરતા આરોપીને
ઝડપી લેવા વોચ તેમજ બાતમીદારોથી બાતમી મેળવતા બાતમીના આધારે આરોપી બીપીનભાઇ હરીસીંગ વસાવા રહે.
ભરાડા(ખાબજી) તા.ડેડીયાપાડા જી.નર્મદાને ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને
સોંપી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati