નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં૬ સહિત કુલ-૧૭ પોઝીટીવ કેસ નોંધાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં
૬ સહિત કુલ-૧૭ પોઝીટીવ કેસ નોંધાયા

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે ૨ (બે) દરદીઓ અને હોમ આઇસોલેસનમાં ૫૧ દરદીઓ સહિત કુલ-૫૩ દરદીઓ સારવાર હેઠળ રાજપીપલાતા 11

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬ સહિત કુલ-૧૭ પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨ (બે) દરદીઓ અને હોમ આઇસોલેસનમાં ૫૧ દરદીઓ સહિત કુલ-૫૩ દરદીઓ સારવાર હેઠળ છે. પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૨૬,૫૯૦ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડાના અને શ્વાસમાં તકલીફના કુલ-૧૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

RTPCR ટેસ્ટમાં ૭૮૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૭૪ સહિત કુલ-૧૧૫૯ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૯૦૫૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૭૩૬૭૪ લોકોને વિતરણ કરાઇ છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati