ગરીબ બાળકોને કરાયું પતંગ દોરીનું વિનામૂલ્યે વિતરણ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર

ગરીબ બાળકોને કરાયું પતંગ દોરીનું વિનામૂલ્યે વિતરણ

જામનગર ખાતે ગરીબ બાળકોને વિના મૂલ્યે પતંગ અને દોરીની ફિરકીનું જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દારા વિતરણ કરવામાં આવ્યું.

મકરસંક્રાંતિ એટલે પતંગ ઉડાવવાનો અને લાડુ ખાવાનો અનેરો તહેવાર કહેવાય છે આવા સમયે જામનગર શહેરના ગુલાબનગર ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા ગરીબ વર્ગના બાળકોને પતંગ અને દોરીની ફીરકીનું વિના મૂલ્યે વિતરણ કરી બાળકોના મો પર આ તહેવારનું સ્મિત રેલાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહયો છે અને સરકાર દારા ગાઈડલાઈન મુજબ આ તહેવાર માનવવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે નયનાબા જાડેજા દારા પણ સરકારની ગાઈડલાઈન મુજબ તેને અનુસરીને મકરસક્રાંતિને ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી અને તહેવારની શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં આશરે 200 જેટલા નાના બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરાતા બાળકોમાં પણ આ તહેવાર પ્રત્યે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

બાઈટ: નયનાબા જાડેજા

TejGujarati