બસપા પ્રમુખ માયાવતી અને સતીશ ચંદ્ર મિશ્રા વિધાનસભા ચૂંટણી નહીં લડે

ભારત સમાચાર

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. સીએમ યોગી આદિત્યનાથ અને સપાના વડા અખિલેશ યાદવ ચૂંટણી લડશે તેવી જાહેરાત વચ્ચે બહુજન સમાજ પાર્ટીએ પણ પોતાના પત્તા ખોલ્યા છે.
બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. તેમણે કહ્યું કે એટલું જ નહીં, હું પણ વિધાનસભાના ચૂંટણી મેદાનમાં ઉતરીશ નહીં. તેમણે કહ્યું કે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો રાજ્યમાં 403 બેઠકો પર લડશે.
તેમણે કહ્યું કે રાજ્યમાં સમાજવાદી પાર્ટી પાસે 400 ઉમેદવારો નથી. તેમણે કહ્યું કે જ્યારે સમાજવાદી પાર્ટી પાસે ઉમેદવારો નથી તો તે 400 સીટો કેવી રીતે જીતશે. સતીશ ચંદ્ર મિશ્રાનો દાવો છે કે રાજ્યમાં સપા કે બીજેપી સત્તામાં આવશે નહીં. ઉત્તર પ્રદેશમાં બસપા સરકાર બનાવવા જઈ રહી છે. જે પાર્ટી એકલા હાથે તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારી રહી છે, તેની જીત નિશ્ચિત છે. તેના નેતાઓ અને કાર્યકરો ખૂબ જ સક્રિય થઇને મેદાનમાં ઉભા રહેશે. સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે, બીએસપી રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે.

TejGujarati