જેનેલિયા દેશમુખે વર્ષ 2022 માટે તેમના ત્વચા અને વાળની કાળજીના સંકલ્પ જાહેર કર્યાં

સમાચાર

 

રજાઓ અને ઉજવણીઓ બાદ નવા વર્ષમાં પ્રવેશતાં પોતાના પોષણમાં Evion® Forteના દૈનિક ડોઝનો જેનેલિયોનો સંકલ્પ

 

અમદાવાદ, 10, જાન્યુઆરી, 2022: તાજેતરમાં રજાઓની મોસમ અને વર્ષના અંતે ઉજવણી પૂર્ણ થયાં બાદની વાસ્તવિકતા ઘણી અસર કરે છે કારણકે વ્યક્તિ નિસ્તેજ ત્વચા અને ડેમેજ વાળ જેવી સમસ્યાઓનો સામનો કરે છે. નવું વર્ષ તાજગીસભર શરૂઆત કરવાની તથા તમારી જાતનું વધુ સારું સંસ્કરણ બનવાની તક આપે છે ત્યારે શા માટે તમારા વાળ અને ત્વચાની સારી રીતે કાળજી રાખવા માટે પ્રતિજ્ઞા ન લઇએ?

 

વર્ષના સમાપ્તિની ઉજવણીનું આયોજન અને તેમાં સામેલ થવું, રજાઓમાં મુસાફરી સંબંધિત તણાવ તેમજ ફેસ માસ્કના સતત ઉપયોગને કારણે ત્વચા અને વાળની જાળવણીમાં ઘણી સમસ્યાઓ થાય છે. કેટલાંક અંશે આપણે આપણા મેકઅપની સાથે સૂઇ ગયા હોઇએ છીએ અથવા ચીકાશયુક્ત ખોરાકની અસર આપણા એકંદર દેખાવ માટે યોગ્ય નથી. વધુમાં શિયાળાના મહિનાઓમાં પ્રદૂષણની સ્થિતિ બગડવાને કારણે પણ નુકશાન થવાનું જોખમ રહે છે. આથી નવા વર્ષમાં પ્રવેશવાની સાથે આપણે આપણી ત્વચા અને વાળની વિશેષ કાળજી રાખવી ખૂબજ જરૂરી બને છે. બોલીવુડ અભિનેત્રી જેનેલિયા ડિસોઝા વધુ સહમત થઇ શકે નહીં.

 

જેનેલિયા દેશમુખ તેમની ચમકતી ત્વચા, ગ્લોસી ટ્રેસ અને સ્પાર્કલિંગ સ્મિત સાથે ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ પૈકીની એક છે. જોકે, શોબિઝનો ભાગ હોવાને કારણે પાર્ટી, ઇવેન્ટ્સ અને શુટમાં સામેલ થવું તેમના માટે અનિવાર્ય છે, જેના પરિણામે ઘણાં મેક-અપ અને હેરસ્ટાઇલિંગની જરૂર રહે છે. નવા વર્ષની શરૂઆત થઇ છે ત્યારે તંદુરસ્ત ત્વચા અને વાળ માટે જેનેલિયાનો મંત્ર શું છે?

 

રજાઓની મોસમમાં થયેલાં નુકશાનને રિપેર કરવા માટે પોતાના વાળ અને ત્વચાની કાળજી સંબંધિત દિનચર્યા અંગે વાત કરતાં જેનેલિયા દેશમુખ કહે છે કે, રજાઓની મોસમમાં ઉજવણીની તૈયારી વિવિધ પ્રકારે થતી હોય છે, ક્યારેક આપણા ચહેરા અને વાળ તેની અસર જોવા મળતી હોય છે. આ પરિસ્થિતિમાં ત્વચા અને વાળની કાળજી માટે સમય ફાળવવામાં મૂશ્કેલી થતી હોય છે, આથી તમામ ડેમેજને રિપેર કરવા તેમજ તંદુરસ્ત ત્વચા અને વાળ સુનિશ્ચિત કરવા માટે હું Evion® Forte સાથે વિટામીન ઇ નો દૈનિક ડોઝ સામેલ કરું છું. તેની એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ સુર્ય પ્રકાશ, પ્રદૂષણ તથા ફ્રી રેડિકલ્સને કારણે થયેલાં નુકશાન સામે કોશિકાઓને તંદુરસ્ત રાખીને પુનર્જીવિત કરે છે. આ ત્વચા અને વાળની કાળજીની સમસ્યાઓ માટે મારું પસંદગીનું રહ્યું છે.

 

વાળ અને ત્વચાની સમસ્યાઓનો સામનો કરતી વખતે મોટાભાગના લોકો ટોપિક ટ્રીટમેન્ટ્સ ઉપર આધાર રાખે છે. જોકે, આ પ્રકારની ટ્રીટમેન્ટ એકલાં તેને ઠીક કરી શકે નહીં કારણકે તે સેલ્યુલર લેવલ ઉપર અંદરથી શરૂ થાય છે. ભારતની પ્રથમ ક્રમની વિટામીન ઇ બ્રાન્ડ Evion તમારી ત્વચામાં ફ્રી રેડિકલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ વચ્ચે સંતુલન સાધીને તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત વિટામીન ઇ પ્રદૂષકો અને સ્ટાઇલિંગ ટ્રીટમેન્ટ્સના એક્સપોઝરથી થયેલા વાળને પોષણ પ્રદાન કરે છે.

 

TejGujarati