અમદાવાદમાં ISROની નજીક ‘સુંદરવન’ નામની એક જગ્યા છે.આ જગ્યાને ‘પ્રકૃતિ પરિચય ઉદ્યાન’ નામ અપાયું છે.- લેખન : દેવાંગી ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

Kindly spread the word ..

અમદાવાદમાં ISROની નજીક ‘સુંદરવન’ નામની એક જગ્યા છે. અહીં અનેક પક્ષીઓ, સસલા, કાચબા, બતક, ગીની પીગ્સ, સાપ, શાહુડી વગેરે પ્રાણીઓને બની શકે તેટલા પ્રાકૃતિક વાતાવરણમાં રાખવામાં આવ્યા છે. આમ જુઓ તો નાનું ઝૂ કહી શકાય પણ યોગ્ય રીતે જ આ જગ્યાને ‘પ્રકૃતિ પરિચય ઉદ્યાન’ નામ અપાયું છે. અહીં ‘સ્નેક અવેરનેસ પ્રોગ્રામ્સ’ થાય છે, અને પ્રકૃતિના વિવિધ જીવો સાથે તાદાત્મ્ય કેળવવાનું બાળકોને શીખવાય છે. છેક ૧૯૭૮ થી સુંદરવન આવા ઓપન ક્લાસરૂમ સેશન્સ બાળકો અને મોટા માટે પણ યોજે છે.

પપેટ શો, ચિત્ર સ્પર્ધા, બર્ડ વોચીંગ અને વિન્ટર નાઈટ કેમ્પ પણ યોજાય છે. મૂળભૂત રીતે નાની જગ્યા છે એટલે બહુ પ્રચાર પ્રસાર વિના લાંબા સમયથી સાતત્યપૂર્ણ રીતે કામ કરે છે. ત્યાં આવનાર બાળકો માટે ટિકિટદર પણ પંદર થી વીસ રૂપિયા જ રખાયા છે.

કોવિડના સમયમાં જેમ અનેક પ્રવૃતિને ફટકો પડ્યો એમ આ જગ્યાએ પણ મુલાકાતીઓ આવતા બંધ થયા. પ્રાણીઓનું ફૂડ, એમની સ્વચ્છતા અને તબીબી જરૂરીયાતો માટે ફંડની તંગી ઉભી થઇ. જગ્યાને અને જીવોને મદદની જરૂર છે. જો કોઈ ઈચ્છે તો તેઓ નીચે આપેલા નંબર પર ફોન કરીને બેંક ડીટેઇલ્સ લઇ શકે છે. મીનીમમ ડોનેશન અમાઉન્ટ ફક્ત ૧૦૦ રૂપિયા છે. કોઈ એક પ્રાણીને મહિના માટે અડોપ્ટ કરીને ૨૦૦૦ રૂપિયામાં એનું ફૂડ પણ સ્પોન્સર કરી શકાય છે. આ રકમ માટે એ લોકો રસીદ પણ આપશે અને ટેક્સ બેનીફીટ પણ લઇ શકાશે.

સુંદરવન – 9408752601

079 26923148

TejGujarati