ઈન્ટરનેશનલ ક્ષેત્રે પહોંચીને અમદાવાદ ની ક્રીશા પુજારાએ સ્પોન્સરર લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ અને સંત કબીર સ્કુલ નું નામ રોશન કર્યું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

Peace Poster Contest માં વિજેતા થયેલ વિદ્યાર્થીની
ઈન્ટરનેશનલ ક્ષેત્રે પહોંચીને અમદાવાદ ની ક્રીશા પુજારાએ સ્પોન્સરર લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ અને સંત કબીર સ્કુલ નું નામ રોશન કર્યું.


લાયન રાજેશભાઇ બારૈયા-Director Peace Poster (3232-B 2)ની આગેવાની હેઠળ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ની ગાઈડ લાઈન મુજબ 11થી 13 વર્ષના બાળકો માટે પીસ પોસ્ટર કોમ્પીટીશન નું ડીસ્ટ્રીક્ટ લેવલે આયોજન લાયન્સ હોલ ખાતે ડીસ્ટ્રીક્ટ ગવર્નરશ્રી બાલમુકુંદભાઈ શાહની હાજરીમાં 28/11/2021 ના રોજ કરવામાં આવેલ.જેમાં આશરે 85 બાળકોએ ભાગ લીધેલ.જેમાં પ્રથમ નંબરે ક્રીશા પુજારાને મળેલ.ત્યાર બાદ લાયન્સ ની પાંચ ડીસ્ટ્રીક્ટ એટલેકે મલ્ટિપલમાં પણ ક્રીશા પુજારાના પોસ્ટરે બાજી મારી હતી.અને હવે તેમનું પીસ પોસ્ટર USA મોકલવામાં આવેલ છે…
આંતરરાષ્ટ્રીય ફલક ઉપર દાયકાઓ બાદ લાયન્સ ડીસ્ટ્રીક્ટ અને અમદાવાદ ને પણ આ ગૌરવ પ્રાપ્ત થયું છે.ઈંટરનેશનલ હરીફાઈ માં પણ ક્રીશા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને લાયન્સ ઉપરાંત સમગ્ર ગુજરાત અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ…
Wishes……………
Lion Balmukund Shah

TejGujarati