“આજરોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા બિન અનામત વિભાગની બેઠક યોજાઇ…

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ઉપરોક્ત મિટિંગ પ્રભારી શ્રી અતુલભાઈ દીક્ષિત અધ્યક્ષસ્થાને _અમદાવાદ ખાતે

મેને.ટસ્ટી શ્રી ડૉ યજ્ઞેશ દવેની સૂચનાથી યોજવામાં આવી હતી.

ઉપરોક્ત મિટિંગ માં રાજ્ય કક્ષા તરફથી પ્રમુખ ભરતભાઇ રાવલ મહામંત્રીશ્રી અમિતભાઈ દવે મુખ્ય સંગઠક શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી મીડિયા કન્વીનર દિનેશ રાવલ, આઇટી વિભાગના પ્રમુખ શ્રી અતુલભાઈ જોશી તેમજ યુવા અગ્રણી અક્ષય ત્રિવેદી બીમલ મહેતા કૃણાલ દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોક્ત મિટિંગમાં સરકારી યોજના અમલીકરણ વિભાગ (બિન અનામત વિભાગમાંથી) પ્રભારી શ્રી અતુલભાઇ દીક્ષિત, અધ્યક્ષશ્રી કાનન બેન દવે, મહામંત્રી શ્રી મુકેશભાઈ રાવલ મહામંત્રી શ્રીમતી શીતલ બેન ભટ્ટ ઉપાધ્યક્ષ શ્રી આરતીબેન જાની ઉપસ્થિત રહ્યા હતા”…

ઉપરોક્ત મિટિંગમાં ખૂબ નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા…

સરકારી યોજના અમલીકરણ વિભાગના પ્રભારી શ્રી અતુલભાઇ દીક્ષિત ના બ્રહ્મ સમાજ ના ઉત્થાન માટેના

નીતિવિષયક સૂચનો નીચે મુજબ છે.

1. દરેક ભૂદેવે એ મામલતદાર ઓફિસ જઈ બિન અનામત વર્ગનો જાતિગત દાખલો (પ્રમાણપત્ર) મેળવી લેવાનું રહેશે.

( *ગુજરાત ના તમામ બ્રહ્મ સમાજ ના સદસ્યો માટે ફરજીયાત છે)*

2. ગુજરાતના દરેક જિલ્લાના પ્રમુખોને તેમજ સ્વ સંસ્થા સાથે સંલગ્ન સંસ્થાઓ ને, સ્વ સંસ્થાના વિભાગોને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવે છે કે આજથી એક માસની અંદર ઉપરોક્ત પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે.

3. જો ઉપરોક્ત પ્રમાણપત્ર દરેક બ્રાહ્મણ પરિવાર પોતાની જવાબદારી સમજીને નોંધાવી અને લઈ લેશે તો તે બ્રહ્મ સમાજ નો સહયોગી બની રહેશે. કાયદાકીય રીતે ખૂબ જરૂરી હોવાથી ઉપરોક્ત સૂચના આપવામાં આવી છે જેનો અમલ દરેક જિલ્લા અને વિભાગના પ્રમુખોએ, ઝોન પ્રભારીએ ,

પ્રભારીએ કરવાનો/ કરાવવાનો રહેશે.એમ અશ્વિન ત્રિવેદી એડવોકેટે જણાવ્યુ હતુ

પ્રમુખ શ્રી ભરતભાઇ રાવલ તરફથી વિનમ્ર સૂચન કરવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય ની આપ સર્વેને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા વિનંતી કરવામા આવી

દિનેશ રાવલ

મીડિયા કન્વીનર

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ટીમ

TejGujarati