રોટરી ક્લબ ઓફ કાંકરિયા અમદાવાદના સહયોગથી યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને કોરોનાથી રક્ષણ માટે અને દીકરીઓને હાઈજીનનું ધ્યાન રાખવા માટે MASK, સેનીટાઇઝર અને સેનેટરી નેપકીનનું ફ્રી ડોનેશન કરવામાં આવ્યું.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દેશ અને દુનિયામાં માનવતાના શક્તિકરણ માટે કામ કરે છે, આજે રોટરી ક્લબ ઓફ કાંકરિયા અમદાવાદ ના સહયોગથી યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા પાલડી કાંકરેજ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓને કોરોનાથી રક્ષણ માટે અને દીકરીઓને હાઈજીન નું ધ્યાન રાખવા માટે MASK, સેનીટાઇઝર અને સેનેટરી નેપકીન નું ફ્રી ડોનેશન કરવામાં આવ્યું.

સાથે સાથ વિદ્યાર્થીઓને કોરોના થી પોતાનું અને પરિવારના રક્ષણ માટેની અગત્યની સૂચનાઓ આપવામાં આવી.

રોટરી કાંકરીયા ના અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી અને assistant ગવર્નર શ્રી મહેશ્વરી જી એ રોટરી કાંકરીયા દ્વારા શાળા માટે કરેલ કામોની વિગતો આપી અને શાળાને એક ઉત્કૃષ્ટ હેપી સ્કૂલ બનાવવાની ખાતરી આપી.

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના યુવા રોહિતભાઈ એ યુ ફર્સ્ટ ફાઉન્ડેશન વિશે જાણકારી આપી અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલ કોરોનાથી સુરક્ષા માટે ની કીટ વિશે જાણકારી આપી.

શાળાના પ્રિન્સિપાલ શ્રી જીગ્નેશભાઈ એ યુ ફર્સ્ટ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ કાંકરિયા નો અભિવાદન કર્યું.

કાર્યક્રમમાં યુ ફર્સ્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી વિનય ભાઈ ભટ્ટ, રોટરી ક્લબ કાંકરિયાના શ્રી

ફિરકે કાકા, રવિભાઈ ઠક્કર, ચમનજી ચાંડક, જગદીશ આસ્તેકરજી, અરુણ કાંતજી, અનિલજી, રાકેશભાઈ, કલ્પન ભાઈ, ધર્મેશભાઈ અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશનના યુવા મેમ્બર્સ હાજર રહ્યા હતા.

TejGujarati