નર્મદામા કોરોના વિસ્ફોટ.

ગુજરાત સમાચાર

ચાર દિવસમા કોરોનાના 37કેસ પોઝીટીવ આવ્યા

નાંદોદમા 11, ગરુડેશ્વર મા 08અને રાજપીપલામા 12કેસ, ડેડીયાપાડા મા 04, સાગબારા મા 02નોંધાતા ફફડાટ

રાજપીપલા, તા 8

લગભગ સાત મહિનાના લાંબા સમય પછી નર્મદા જિલ્લામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.!ત્રણ દિવસમા કોરોનાના 37કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં નાંદોદમા 11, ગરુડેશ્વર મા 08અને રાજપીપલામા 12કેસઅને
ડેડીયાપાડા મા 04, સાગબારા મા 02નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

5મી જાન્યુઆરીએ દીકરાને મળવા મહારાષ્ટ્રથી લાછરસ ગામના પિતાનોપહેલો કેસ કોરોના પોઝીટીવ આવતા તેને રાજપીપલા કોવિદ હોસ્પિટલમા સારવાર હેઠળ દાખલ કરાયા છે. આ નવો કેસ નવા વેરીએન્ટ ઓમાઇક્રોન પણ હોઈ શકે તેવી શક્યતાને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે તેમના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે.
ત્યાર પછી બીજે દિવસે 6તારીખે નર્મદા મા બીજા 6નવા કેસ નોંધાયા હતા
જેમાં જીતનગર એન સી સી કેમ્પમાં 02કેસ,ગરુડેશ્વર તાલુકામા બોરિયામા 02, કેવડિયામા 01મળી કૂલ 6કેસ નોંધાયા હતા. અને ત્રીજે દિવસે પણ વધુ 6કેસ નોંધાતા ત્રણ દિવસ મા કોરીનાનો આંકશનિવાર સુધીમાં 13 ઉપર પહોંચ્યો હતો.જેમાં 7મી તારીખે 6કેસમાં વડિયા મા 02,કેવડિયામા 03,સમશેરપુરા મા 01,કેસ નોંધાયા હતા.

જયારે 8મી તારીખે એક સામટા 24કેસ નોંધાતા કોરોના નો વિસ્ફોટ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાએ નાંદોદ અને ગરુડેશ્વર તાલુકામાં એન્ટ્રી મારી છે. નાંદોદ તાલુકામાં અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે. જયારે ગરુડેશ્વર તાલુકામાં 08કેસ નોંધાયા છે જયારે રાજપીપલામા સૌથી વધારે 12 કેસ નોંધાયો છે. અન્ય બે તાલુકાઓ ડેડીયાપાડામા 04અને સાગબારા તાલુકામા 02કેસ નોંધાયા છે. આ બે તાલુકાઓમા કોરોના ના પ્રસરે એસૌ એ જોવું રહ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેસ જૂન 21માં આવ્યા પછી કોરોનાના કેસો આવતા બંધ થયાં હતા. અને છેલ્લા સાતેક મહિનાથી કોરોના લગભગ નાબૂદ જ થઈ જતા લોકોએ રાહતનો દમ લીધો હતો. પણ હવે લાંબા સમય પછી નર્મદા માં ફરી એકવાર કોરોનાની એન્ટ્રીથતાં ચિંતાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ પોઝીટીવ દર્દી વાવડી ગામમા પણ ફર્યા હતા. જોકે ઓમાઇક્રોન હોય તો તેનો ફેલાવો ઝડપથી થાય છે ત્યારે આરોગ્ય વિભાગ સત્વરે આરોગ્યલક્ષી પગલાં લે તેવી પણ માંગ છે તેમજ કોવિદ હોસ્પિટલમા કોરોના કે ઓમીક્રોન ના કેસો આવે તો તેની સારવાર અંગેની સુવિધાઓ હોસ્પિટલ માં થવી જોઈએ. એવી પણ આમ જનતાની માંગ છે. રાજપીપલા સહીત નર્મદામાં કોવિદ 19ના નિયમોનું કડક પાલન થાય એમાટે તંત્ર કાર્યવાહી કરે અને આમ જનતા પણ
કોવિદ 19ના નિયમોનું કડક પાલનકરે એ જરૂરી છે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati