શેમારૂમી પર રિલીઝ ‘ઠાકર કરે એ ઠીક’ નાટકે મચાવી ધૂમ, બન્યુ સૌથી વધુ ઓનલાઈન વ્યુઝ મેળવનાર નાટક

મનોરંજન

 

 

આ ડિજિટલ ગાળામાં શેમારૂમીએ ફરી એકવખત સુપરહિટ કન્ટેન્ટ આપીને પોતાને ગુજરાતી કન્ટેન્ટના એક્કા સાબિત કર્યા છે. હાસ્યસમ્રાટ સંજય ગોરડિયા સ્ટારર આ ગુજરાતી નાટક સતત વ્યુઝના રેકોર્ડ તોડી રહ્યું છે.

તા. 07, જાન્યુઆરી

 

આજકાલ ઓટીટી પ્લેટફોર્મનો પવન ફૂંકાયો છે. ટેલિવિઝન અને થિયેટર્સના બદલે દર્શકો ઓટીટી પ્લેટફોર્મ તરફ વળ્યા છે, ત્યારે ગુજરાતીઓની અપેક્ષા પર શેમારૂમી સતત ખરું ઉતરી રહ્યું છે. નેશનલ અને ઈન્ટરનેશનલ ઓટીટી પ્લેટફોર્મ્સ પર ધડાધડ રિલીઝ થઈ રહેલા કન્ટેન્ટના વંટોળ વચ્ચે શેમારૂમી ઘરે ઘરે અને દુનિયાને દરેક ખૂણે ગુજરાતીઓને પોતાનું મનપસંદ કન્ટેન્ટ પીરસી રહ્યું છે. એટલું જ નહીં, શેમારૂમી ગુજરાતીઓની નાડ પારખીને સતત સુપરહિટ કન્ટેન્ટ આપી રહ્યું છે.

આ ડિજિટલ ગાળામાં શેમારૂમીએ ફરી એકવખત સુપરહિટ કન્ટેન્ટ આપીને પોતાને ગુજરાતી કન્ટેન્ટના એક્કા સાબિત કર્યા છે. 2 ડિસેમ્બરે શેમારૂમી પર રિલીઝ થયેલું ગુજરાતી નાટક ‘ઠાકર કરે એ ઠીક’ સુપરહિટ સાબિત થયું છે. હાસ્યસમ્રાટ સંજય ગોરડિયા સ્ટારર આ ગુજરાતી નાટક સતત વ્યુઝના રેકોર્ડ તોડી રહ્યું છે. કોરોનાની ત્રીજી વેવના વર્તારા વચ્ચે હાલ તો ગુજરાતી દર્શકોના હાસ્યની વેવ એન્જોય કરી રહ્યા છે.

‘ઠાકર કરે એ ઠીક’ નાટકની વાર્તા ડૉ. સિતાંશુ મહેતાની હોસ્પિટલની અંદર આકાર લે છે. ડૉ. સિતાંશુ સિદ્ધાંતવાદી છે, તેઓ હંમેશા સત્યને સાથે રાખીને ચાલે છે. તેમને સૌથી વધુ ભરોસો હોસ્પિટલમાં જ કામ કરતા પોતાના શિષ્ય ડૉ. રોહિત પર છે. પરંતુ જ્યારે રોહિતને ગમતી યુવતી ચૈતાલી અને ડૉ. સિતાંશુ વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે, ત્યારે રોહિતની આંખમાં વેરનો જ્વાળામુખી પ્રગ્ટે છે. આ જ દરમિયાન સિદ્ધાંતવાદી ડૉ. સિતાંશુની હોસ્પિટલમાં ભ્રષ્ટાચારની કેટલીક ઘટનાઓ બને છે. હવે ડૉ. સિતાંશુ પોતાનો પ્રેમ બચાવે છે કે પોતાના સિદ્ધાંતો તેની ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સવાળી વાર્તા દર્શકો પ્રેમથી શેમારૂમી પર સતત માણી રહ્યા છે.

નાટકમાં દિગ્ગજ એક્ટર સંજય ગોરડિયાની સાથે કુલદીપ ગોર, લીનેશ ફણસે, એક્તા ડાંગર અને હરીશ પંચાલની એક્ટિંગ પણ દર્શકોએ વખાણી છે. કુલ મળીને હાસ્યનો આ ડબલ ડોઝ દર્શકોને ખડખડાટ હસાવી રહ્યો છે. દેશ અને દુનિયાના ખૂણે બેઠેલા ગુજરાતીઓ પણ આ નાટકને માણી રહ્યા છે.

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

TejGujarati