કેવડિયા હવે નવા નામ એકતા નગરથી ઓળખાશે

ગુજરાત સમાચાર

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા સહિત વિવિધ સંસ્થાઓએ વડાપ્રધાનને એકતા નગર નામ કરણ અંગે પત્ર લખ્યો હતો.

વડાપ્રધાને સંસ્થાની વાત સ્વીકારી છે.- જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ.

રાજપીપલા, તા.7

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે હવે કેવડિયા નગરીને છેલ્લા કેટલાક વખતથી એકતા નગર આપવા અંગે નર્મદા ભાજપ દ્વારા પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ પટેલે અંગત રસ લઈને આ દિશામાં ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા હતા.આ અંગે તાલુકા, જિલ્લા પંચાયત દ્વારા ઠરાવ કરી કલેકટર નર્મદા દ્વારા સીએમઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રાજપીપલાની જાણીતી સેવાભાવી સંસ્થા “જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા”ના પ્રમુખ જ્યોતિબેન જગતાપે જૂન 21માં વડાપ્રધાનને કેવડિયાને એકતા નગરનું નામ કરણ કરવા અંગે વિગતે રજુઆત કરતો પત્ર લખ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ તથા વહીવટી તંત્ર દ્વારા આ પત્ર વડાપ્રધાન સુધી મોકલવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આપણી વાત વડાપ્રધાને સ્વીકારી છે. એનો આનંદ છે. આ અંગે જન કલ્યાણ સેવા ટ્રસ્ટના અને પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન જગતાપે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી સાહેબે અમારી રજુઆતને સ્વીકારી છે એ માટે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

આ અંગે જિલ્લા પંચાયત ના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે આ અંગે બધા પત્રો સહીત મળેલી વિગત બાદ ગ્રામ પંચાયત કેવડિયાની ગ્રામ સભામાં આ અંગેનો ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાલુકા પંચાયત માં અને છેવટે નર્મદા જિલ્લા પંચાયતે આ ઠરાવ મંજુર કર્યો હતો. જેને ડી એ શાહ,જિલ્લા કલેકટર નર્મદાએ જરૂરી વહીવટી કાર્યવાહી હાથ ધરી સીએમઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આમ હવે કેવડિયા નગરનું નવું નામ સરકારે એકતા નગર કરી દીધું છે. હાલ કેવડિયા રેલવે સ્ટેશન પાસે “એકતા નગર “ના બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે. જોકે તેની સત્તાવાર જાહેરાત હજી બાકી છે જે કદાચ ટૂંક સમયમાં થઈ જશે. આગામી દિવસોમા વડાપ્રધાન કેવડિયા પધારશે ત્યારે જાહેરાત થઈ શકે છે.

આ અંગે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે કેવડિયા ને અને રેલવે સ્ટેશનને એકતાનગર નામ આપવા અંગે સક્રિય પ્રયાસો શરૂ કર્યા હતા જેમાં તેમને સફળતા મળીહોવાનું જણાવ્યું હતું.

આ અંગે જાણીતી સેવાભાવી સંસ્થા “જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ જ્યોતિબેન જગતાપે જણાવ્યું હતું કે મારી સંસ્થાના લેટર પેડ પર વડાપ્રધાનને એકતા નગર નામકરણ અંગે લેખિત રજુઆત કરી હતી. જેમા જણાવ્યું હતું કે
અમારા માટે ગૌરવની વાત એ છે કે આપશ્રીનો ડ્રિમ પ્રોજેક્ટ”સ્ટેચ્યુ ઓફ યુનિટી ” આપના સંનિષ્ઠ પ્રયાસોથી આજે દેશ અને દુનિયામાં પ્રચલિત બન્યું છે. અમે નર્મદાવાસીઓ એનાથી ગૌરવાંવિત અને આપના આભારી છીએ.આપશ્રી દ્વારા જેની પરિકલ્પના સાકાર કરવામાં આવી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત દેશની “વિવિધતામાં એકતા” ને ચરિતાર્થ કરે છે.

જે ધ્યાને લઈ જરૂરી ઠરાવ મંજુરી અર્થે
“સ્ટેચ્યુ ઓફ યુનિટી, એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટી
કેવડીયા રેલ્વે સ્ટેશન, સહીત સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને “એકતાનગર” નામ આપવાના પ્રસ્તાવને મંજુર કરી સક્ષમ સત્તાધિકારીને આપી આ નામમાં ફેરફાર કરવાજન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે ભલામણ કરી હતી. એનો સાનુકૂળ પડઘો પડતા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી

તસવીર અને અહેવાલ : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati