રાજપીપલા જિલ્લા જેલની મહિલા કેદીઓને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું કરાયું કીટ વિતરણ.

ગુજરાત સમાચાર

કેરમ અને ચેસ સ્પર્ધાના બંદીવાન વિજેતાઓને પણ અપાયા પ્રમાણપત્રો..

રાજપીપલા જિલ્લા જેલના તીન્કા તીન્કા એવોર્ડ મેળવનાર બંદીવાનનું જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા કરાયું સન્માન

રાજપીપલા, તા 7

રાજપીપલાની જીતનગર ખાતે આવેલ મુખ્યજેલમા સજા ભોગવતી મહિલા કેદીઓને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા દ્વારા ટ્રસ્ટ પ્રમુખ જ્યોતિ જગતાપ અને મંત્રી દીપક જગતાપ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કિટમાં સેનેટરી પેડ નંગ -12, કોપરેલ બોટલ નંગ -2, નાહવાનો સાબુ, ધોવાનો સાબુ, કોલગેટ ટુથપેસ્ટ, ટૂથબ્રશ, બોડી લોશન, ફેસ પાવડર,સૅનેટાઇઝર બોટલ તેમજ માસ્ક-(દરેક નંગ -2)ની કીટનું વિતરણ પ્રમુખ જ્યોતિબેન જગતાપ, મઁત્રી દીપક જગતાપ તથા જેલ અધિક્ષક એલ એમ બારમેરા ના હસ્તે કરાયું હતું.આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ બારમેરા તથા જેલર કે ટી બારીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપે પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કઉં
મહિલા કેદીઓ જયારે જેલમાં સજા ભોગવતાં હોય છે ત્યારે એ એના બાળકો, પરિવારથી વિખુટી પડી જાય છે ત્યારે એનું ઘર તૂટે છે.ત્યારે મહિલાઓ આવી ગુનાહિત પ્રવૃતિઓથી દૂર રહી સારા માનવી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રી દીપક જગતાપ તથા જેલ અધિક્ષક એલ એમ બારમેરાએ પણ પ્રાસંગિક પ્રવચનો કરી બંદીવાનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

આ પ્રસંગે
રાજપીપળાની જિલ્લા જેલના 37 વર્ષીય બંદીવાન આશિષ કપિલભાઈ નંદાને કેદીઓના ટેલિફોન કોલ, ડેટાબેઝ અને રજીસ્ટર ગોઠવવા સંબંધિત કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આજીવન કેદની સજા ભોગવતા બંદીવાનને તીનકા તીનકા ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૧ મળતાં તેમની સારી કામગીરીને પ્રમુખ જ્યોતિબેન જગતાપે બિરદાવી તેમનું પુષ્પ ગુચ્છ આપી પ્રમાણપત્ર એનાયત કરી તેમનું સન્માન કરી સારા નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી હતી

આ પ્રસંગે જેલમા જેલના કેમ્પસના પ્રાંગણમા બંદીવાન ભાઈઓ વચ્ચે કેરમ સ્પર્ધા તથા ચેસ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં બંદીવાન ભાઈઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિજેતાઓને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા ના પ્રમુખ શ્રીમતિ જ્યોતિબેન જગતાપ અને મંત્રી દીપક જગતાપ તરફથી વિવિધ રમતોના વિજેતાઓને ઇનામ વિતરણ કરી બંદીવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.જેમાંવિજેતાઓને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ તરફથી ઇનામો આપ્યા બાદ પ્રમાણપત્ર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati