નર્મદા બીટીપી આગેવાનનું રાજકીય એન્કાઉન્ટર!!

ગુજરાત સમાચાર

નર્મદા જિલ્લા BTP આગેવાન ચૈતર વસાવા 1 વર્ષ માટે તડીપાર

ગ્રામપંચાયતની ચૂંટણીમાં
સાંસદ મનસુખભાઇ વસાવાના સાળા ઉપર થયેલ જીવલેણ હુમલા પ્રકરણ ભારે પડી ગયું.

રાજપીપળા, તા 7

ગુજરાત પ્રદેશ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાનાના ગુજરાત પ્રમુખ અને
નર્મદા જિલ્લા બી.ટી.પી આગેવાન ચૈતર વસાવાને નર્મદા પોલીસે નર્મદા જિલ્લાની બહાર એક વર્ષ માટે તડીપાર
કરી દેવાનો હુકમ કરતાં બીટીપી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. હાલ ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ખાતે છે. ચૈતર વસાવા વિરુદ્ધ છેલ્લા એક
વર્ષ દરમિયાન ડેડીયાપાડામાં 3, રાજપીપળામાં અને કેવડિયામાં 1 એક ફૂલ 5 ગુના નોંધાયા હતા.
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ડેડીયાપાડા તાલુકાના બોગજ ગામે બે રાજકીય પક્ષો સામ સામે આવી ગયા હતા, જેમાં
ભાજપના સાંસદ મનસુખ વસાવાના સાળા ઉપર જીવલેણ હુમલો થતાં તેઓ ઘાયલ થયા હતા.આ ગુનામાં ચૈતર વસાવા સહિત અન્ય લોકો વિરુદ્ધ
મારમારી અને લૂંટનો ગુનોપોલીસ મથકે નોંધાયો હતો. આ ઘટના બાદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપના આગેવાનોએ
ચૈતર વસાવા વિરુદ્ધ રજૂઆતો પણ કરી હતી. આ જ ગુનાની તપાસ માટે ચૈતર વસાવાને ડેડીયાપાડા પોલીસ
મથકમાં બોલાવાયા હતા એ દરમિયાન જ એમને તડીપાર કરી દેવાયા હતા.

હિમકર સિંહ, પોલીસ
અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ
જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાનાસુચના અને માર્ગદર્શન અનુસંધાને ડેડીયાપાડા વિસ્તાર મા વિસ્તારમાં બોગજ (કોલીવાડા) ગામે રહેતા ચૈતર દામજીભાઇ વસાવા પોતાની ધાક જમાવવા સારૂ જીલ્લામાં યેનકેન પ્રકારે
ગુનાઓ આચરતો તેમજ અસામાજીક પ્રવૃતિઓ કરતો હોયતેમજ અગાઉ પણ ચૈતર દામજીભાઇ વસાવાની પાસા
હેઠળ અર્ક થયેલ હોવા છતાં તેમજ હદપારની દરખાસ્ત
કરવા છતાં તેની ગુના કરવાની પ્રવૃતિ છોડતો ન હોય અને
હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પોતે મતદાતાઓઉપર પ્રભાવ પાડવા સારૂ અસામાજીક પ્રવૃતિ આચરતો જોવા
મળતા ચૈતર દામજીભાઇ વસાવાનાની હદપાર દરખાસ્ત ડેડીયાપાડા પોલીસ મથકના પો.સ.ઇ.એચ.વી.તડવીએ કરી પોલીસ અધિક્ષક નર્મદા મારફતે મોકલતા એસ.ડી.એમ.
ડેડીયાપાડાએ સામાવાળા ચૈતરભાઇ દામજીભાઇ વસાવા (રહે. બોગજ તા.ડેડીયાપાડા
જી.નર્મદાના)ની ગુનાઓની ગંભીરતા જોઇ એક વર્ષ માટે નર્મદા જીલ્લામાંથી હદપાર કરવાનો હુકમ કરતાં
નર્મદા પોલીસ દ્વારા ચૈતર દામજીભાઇ વસાવાને નર્મદા જીલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે.

જયારે સાંસદ મનસુખ વસાવાએ બોગઝ ગામની મુલાકાત લીધી હતી ત્યારે
આ અંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે
બી.ટી.પી.ના આગેવાનો હંમેશા માથાભારે તત્વોની ટીમ બનાવી સરકારી કાર્યક્રમો તથા પાર્ટીના કાર્યક્રમોમાં તોફાનો કરાવે છે, જેના અનેકો પુરાવાઓ છે. જેવા કે (૧) દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આદેશથી ત્રણ-ચાર વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં જનજાગૃતિ એકતા યાત્રા નીકળી હતી, તે સમયે પણ ડેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામે ચૈતર વસાવા તથા તેમના સમર્થકોએ પોલીસની હાજરીમાં આ યાત્રા પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ જ્યાં જ્યાં આ યાત્રા ગઈ હતી, ત્યાં બી.ટી.પી.ના સમર્થકોએ આ જ પ્રકારના અવરોધો ઊભા કર્યા હતા. (૨) ડેડીયાપાડાની ફોરેસ્ટ ઓફિસ પર કેટલાક લોકોને ઉશ્કેરીને હુમલો કરાવ્યો હતો અને આખી ફોરેસ્ટ ઓફીસ બાનમાં લીધી હતી. (૩) પેસેન્જરોની ગાડીમાં ફરવાનું ઉપરાણું લઇને ડેડિયાપાડાના જે તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. (૪) કાકરપાડા બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે પણ બી.ટી.પી.ના આગેવાનોએ ખાતમુહૂર્ત પ્રસંગમાં પધારેલા મહારાજને પૂજાપાના સામાન સાથે ભગાડી દીધા હતા. તે વખતે પણ મેં મારી ટીમ સાથે પહોંચી જઈને વિધિ વિધાન સાથે પંડિત પાસેથી ખાતમુહૂર્ત વિધિ કરાવી હતી. (૫) GEB ની સ્કોડ ટીમે બોગઝ ગામે રેડ પાડી ત્યારે પણ ચૈતર વસાવા તથા તેમની ટીમે તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ પ્રકારે ચૈતર વસાવા તથા બીટીપીના આગેવાનો સાથે હંમેશા ઘર્ષણો થયા છે અને આવી ઘટના સમયે ફક્તને ફક્ત મારા સમર્થકોએ તથા મારા સાસરીપક્ષના સભ્યોએ બીટીપીના આગેવાન ચૈતર વસાવા તથા તેમના સમર્થકોની સામે સામનો કર્યો છે. આ અંગેની ત્યારબાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. જેનો પડઘો પડયો હતો. હવે એક વર્ષ માટે ચૈતર વસાવાને તડીપાર કરી દેવામાં આવ્યો છે.

રિપોર્ટ :જ્યોતી જગતાપ, રાજપીપલા

TejGujarati