ભરુચ જિલ્લામા બીટીપી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલા પ્રકરણ સામે પગલાં લેવા ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખ્યો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભરુચ જિલ્લામા બીટીપી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલા પ્રકરણ સામે પગલાં લેવા ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખ્યો

બી.ટી.પી. તથા કોંગ્રેસના આગેવાનો તાલુકા, જિલ્લા પંચાયતની ચુંટણીમાં
હાર પચાવી નહી શકવાના કારણે તોફાનો મચાવી રહયાં છે-સાંસદ મનસુખ વસાવા

રાજપીપલા, તા.7

નર્મદા જિલ્લા મા બીટીપી ના કાર્યકરો દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી ની અદાવતે થયેલા જીવલેણ હુમલા પ્રકરણ બાદ ભરુચ જિલ્લામા પણ બીટીપી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારાથયેલા હુમલા પ્રકરણઅંગે ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ચિંતા સાથે રોષ વ્યક્ત કરી કસૂરવારો સામે કડક સામે પગલાં લેવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે.જેનાં ઘેરા રાજકીય પ્રત્યઘાતો પડ્યા છે.

પત્રમાં જણાવ્યું છે કે
ઝઘડીયા તાલુકાના દરીયા ગામે તાઃ ૦૨ જાન્યુઆરી ના રોજ
નવીનભાઈ બાબુભાઈ વસાવા પર બી.ટી.પી.ના આગેવાનોએ જીવલેણ હુમલો કર્યો હતો, આ હુમલામાં
નવીનભાઈ વસાવાને પાઈપ વડે માવામાં માર મારતા તેઓને આઠ ટકા આવ્યા હતા, આ ઘટના બન્યાપછી તરત જ હુમલો કરનારા દરીયા ગામના આરોપી રમેશ પારસીંગ વસાવા, નટવર લક્ષમણભાઈ
વસાવા તથા દિનેશ મીઠાભાઈ વસાવા એમ કુલ મળીને પાંચ વ્યકિતએ નવીનભાઈ બાબુભાઈ વસાવા પર
જીવલેણ હુમલો કર્યો હતો, આજે પાંચ દિવસ થવા આવ્યા છતા પણ પોલીસે આ ગુનેગારોને પકડવા નથી
કે ગામની મુલાકાતે પણ પોલીસ ગઈ નથી.
આજ જ પ્રકારે બી.ટી.પી. તથા કોંગ્રેસના સરપંચની ચુંટણીમાં હારેલા ઉમેદવારોએ વિજય થયેલાલોકો પર જીવલેણ હુમલાઓ કયાં છે. જેમાં નેત્રંગ તાલુકાના ઘોલેગામ ખાતે તથા મુગઝ મચામડી ગામેખુબ જ આંતક મચાવ્યો હતો, તેવી જ રીતે ઝઘડીયા તાલુકાના આમલઝર ગામે બચુભાઈ વસાવાએ તથા
તેમના માણસોએ ભાજપના કાર્યકર્તા પર જીવલેણ હુમલો કર્યો હતો તથા સીયાલી ગામે ભાજપનાકાર્યકર્તાની ટુવીલર સળગાવી દીધી છે તથા વાલીયા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ ઘટી છે. પરંતુ
પોલીસ તંત્ર મુકપ્રેક્ષક જોઈને ગુનેગારોને છાવરતી હોય તેમ જણાઈ છે, કેટલીક જગ્યાએ પોલીસે ફરીયાદ દાખલ કરી છે અને ભાજપના જ આગેવાનોને ગુનેગાર ઠરાવવાના પ્રયત્નો કર્યા છે. “ચોરકોટવાલને દંડે” તે પ્રકારની પરિસ્થિતીનું નિમાર્ણ થઈ રહ્યું છે, જો ગુનેગારોને તથા તોફાની તત્વોનેકડક હાથે ડામવામાં નહી આવે તો જિલ્લામાં સિધ્ધા અને સામાન્ય વ્યકિત માટે હરવું ફરવું ખુબ જ મુશ્કેલ
થઈ જશે. બી.ટી.પી. તથા કોંગ્રેસના આગેવાનો તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીમાં કારમાં
પરાજય થતા અને ફરી ગ્રામ પંચાયતની ચુંટણીમાં બન્ને પાર્ટીના ઉમેદવારોનું ભારે ધોવાણ થવાથી તથા
હાર પચાવી નહી શકવાના કારણે અને વર્ષોની સતા છીનવાઈ જવાના કારણે બી.ટી.પી. તથા કોગ્રેસના
આગેવાનો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ રીતના તોફાનો મચાવી રહયાં છે અને મારા મારી કરીરહયાં છે, માટે ગૃહ રાજ્ય મંત્રીને સાંસદ મનસુખભાઇ વસાવાએ પત્ર દ્વારા લેખિત રજુઆત કરી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.
જોકે અત્રે ઉલ્લેખનીય છે સાંસદના આ પત્ર પછી ગણતરીના કલાકોમાં જ નર્મદાની બીટીપી આગેવાનને નર્મદા પોલીસે તડીપાર નો હુકમ કર્યો હતો.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati