અબોલના શિકારની સજા ….!!!- બીના પટેલ

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આજે જયારે આપણે જાનવરોના રહેઠાણ સમા જંગલ કપાવી આપણા રહેઠાણ બનાવવા લાગ્યા ….ત્યારથી જાનવરો નો મરણાંક ઝડપથી વધી રહ્યો છે ..

આવા સમયે બચેલા જાનવરો જે જંગલમાં રહે છે તેમનો શિકાર કરતા લોકો વિષે એટલું કહેવાંનું મન થાય ,

એમને આકરીમાં આકરી સજા મળવી જોઈએ જેની આ અબોલ જાનવરોનો શિકાર અટકે .અને આપણે એમને સંરક્ષણ આપી શકીયે .

મદદનીશ વન સંરક્ષક શ્રી પેટા વન વિભાગ ભરૂચ ના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગોહિલ કિરપાલસિંહ .એસ (bharuch) નોર્મલ તથા સામાજિક વનીકરણ ના સ્ટાફ સાથે વડવા ગામ તાલુકો જીલ્લો ભરૂચ ના સ્થળે રેડ કરતા આરોપી (૧)ઇનાયત ઉમરજી પટેલ (૨)અશરફ ઇનાયત પટેલ(૩) મુબારક હૈદર મન્સૂરી (૪)સાદિક ઈસ્માઈલ દિવાન (૫)આરીફ મોહમ્મદ પટેલ ધ્વારા નીલ ગાય (રોઝ) શિકાર કરવામાં આવેલ તેઑ સામે ગુનો નોંધી વન્યપ્રાણી અધિનિયમ 1972 મુજબ ની કાર્યવાહી કરી ગુના કામે ઉપયોગમાં લીધેલ સાધન (૧)ચપ્પું બે નંગ (૨) છરો (દાવ) (૩)એક બારબોર ની બંદૂક (૪) મોટરસાયકલ નંગ- બે (૫)જીપ ગાડી એક (૬) ટ્રેક્ટર એક કબજે કરેલ.તથા નીલ ગાય (રોઝ)ના શિકાર કરેલ અવશેષો જપ્ત કરેલાં છે અને આગળની તપાસ ની કામગીરી ચાલુ છે.

– બીના પટેલ

TejGujarati