*અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા પરશુરામ દાદાની આરતી રવિવારના રોજ સાંજે ૭.૦૦ વાગે અમદાવાદના નવા વાડજમાં વ્યાસવાડી ખાતે કરવામાં આવશે.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

હર હર મહાદેવ, જય પરશુરામ દાદા

અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા જાહેરાત થયા મુજબ પરશુરામ દાદાની ૧૫મી આરતી તા. ૯-૧-૨૦૨૨ ને રવિવાર ના રોજ સાંજે ૭.૦૦ વાગે અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ખાતે કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા દર રવિવારે આપણાં ભૂદેવોનાં આરાધ્ય પરશુરામ દાદાની આરતી કરવાનું પ્રયોજન છે.

આથી આપ સૌ ભૂદેવોને જણાવવાનું કે આપણાં આરાધ્ય પરશુરામ દાદાની આરતીમાં સહભાગી થઈ ઉમદા ઘડીના સાક્ષી બનશો.

અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન.

TejGujarati